"કોરોનામાં મૃત્યુ પામેલા નાગરીકોને શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ ડભોઈ કોંગ્રેસ દ્વારા યોજાયો"

 "કોરોનામાં મૃત્યુ પામેલા નાગરીકોને  શ્રદ્ધાંજલિ અર્પણનો  કાર્યક્રમ ડભોઈ કોંગ્રેસ દ્વારા યોજાયો"છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ચાલી રહેલી મહામારી એ પૂર્ણ પ્રકોપ ક્યો હતો ત્યારે અસંખ્ય પરીવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા અને અસંખ્ય બાળકો  નિરાધાર બની ગયા હતા આ કોરોનાની મહામારી દરમિયાન મૃત્યુ પામેલા  મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ  ડભોઇ કોંગ્રેસ દ્વારા સરદાર શોપિંગ સેન્ટર માં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો હતો.

               

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલા આદેશના અનુસંધાનમાં ડભોઇ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કોરોના મહામારીના પ્રથમ- બીજા રાઉન્ડ દરમિયાન ડભોઇ શહેર અને તાલુકા માં અનેક લોકોના મૃત્યુ થયા હતા તેઓના આત્માને શાંતિ માટે ડભોઇ શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે  શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને બે મીનીટનું મૌન પાડી શ્રધ્ધાસુમન વ્યક્ત કરાયા હતા .ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે મૃતકો પરિવારને રાજ્ય સરકાર તરફથી સહાય જાહેર કરવી જોઇએ.જેથી નિઃસહાય પરિવારના પરીવારજનો પોતાનું ગુજરાત ચલાવી શકે તેમજ આગામી દિવસોમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવવાની શક્યતા છે ત્યારે સરકારે કોરોનાની વેક્સિન મૂકવાની કામગીરી સવેળા પૂર્ણ કરી દેવી જોઈએ.તેમજ ત્રીજા રાઉન્ડમાં દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે અને ઓક્સિજન, દવા, ઇન્જેક્શનની તંગી સર્જાય નહીં તેનું આગોતરું આયોજન સરકાર દ્વારા અત્યારથી કરવામાં તેવી માગણી કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી‌.

    

આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રભાઈપટેલ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ.જીમીત ઠાકર, તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અન્ય કાયૅકતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain