"ડભોઇ નગર અને તાલુકામાં મેઘરાજાની પધરામણી- ધરતીપુત્રોમાં આનંદની લાગણી, ખાતર -બિયારણની ખરીદી શરૂ"

 "ડભોઇ નગર અને તાલુકામાં મેઘરાજાની પધરામણી- ધરતીપુત્રોમાં આનંદની લાગણી, ખાતર -બિયારણની ખરીદી શરૂ"

        


સમયસર મેઘરાજાની પધરામણી થતા  ધરતી પુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો વરસાદના કારણે વાતાવરણ  પ્રસરેલી ઠંડકથી આનંદ વિભોર થઇ ગયા હતા બીજી બાજુ વરસાદની એન્ટ્રી સાથે જ  હરખાયેલા  ખેડૂતોએ પાકના વાવેતરની સાથે બિયારણ અને ખાતર  મેળવવા માટે  બજારો ભણી દોટ મૂકી હતી

               

આષાઢી વાતાવરણ જામે એ  પહેલા જ ગુજરાતમાં  વરસાદના આગમન સાથે ખેડૂતોમાં હરખની લાગણી પ્રસરી ગઇ છે  ખેતરોમાં વાવેતર કરવા યોગ્ય વરસાદનો પ્રારંભ  થતા ખેડૂતોએ ખેતરોમાં બિયારણ નાખવા સારુ બિયારણની ખરીદી  અને અને ફળદ્રુપ બનાવવા માટે જંતુનાશક દવાઓ અને ખાતરની ખરીદી માટે  બજારો તરફ પ્રયાણ કર્યું હતું. સમગ્ર ગુજરાતની સાથે ડભોઇ શહેર તાલુકામાં પણ મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરતા ખેડૂતોના ચહેરા  આનંદથી ખીલી ઉઠયા હતા અને ખેડૂતો ડભોઇના બજારમાં બિયારણ તથા ખાતર વગેરેની ખરીદી માટે ઉમટી પડ્યા હતા.

               

ઉનાળાની કાળઝાળ ગરમીથી  હેરાન પરેશાન લોકોમાં વરસાદના આગમનથી  રાહતની લાગણી પ્રસરી ગઈ હતી  સાથે  જ હવામાનમાં  આવેલા પલટા એ  વાતાવરણને  રોમાંચક બનાવી દીધું હતું નાના-મોટા અબાલ-વૃદ્ધ મેઘરાજાની પધરામણીથી ખુશખુશાલ જોવા મળતા હતા . ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેતર ખેડીને વરસાદનાઆગમનની રાહ જોતા  ડભોઇ શહેર તાલુકાના ખેડૂતો વરસાદ આવતાની સાથે જ ખેતરોમાં વાવેતર કરવા  બિયારણની ખરીદી માટે ડભોઇના બજારોમાં ઉમટી પડ્યા હતા. ચાલુ વર્ષે  ચોમાસુ  નિયમિત અને સારું રહે અને કુદરત નો કોઈ પ્રકોપ ન આવે તો ખેતરોમાં  બસ સારો પાક લઇ શકાશે એવી આશા  ધરતી પુત્રોમાં જોવા મળી રહી છે.


(તસ્વીર-નિમેષ સોની, ડભોઇ:-ડભોઇ નગર અને તાલુકામાં મેઘરાજાની પધરામણી થતાં ધરતીપુત્રો નવી વાવણી કરવાના  કામે લાગી ગયા હતા. જેના કારણે ડભોઇ નગરમાં આવેલ ખાતર ,બિયારણ, જંતુનાશક દવાનું વેચાણ કરતી દુકાનોમાં ખરીદી અર્થે ઉમટી પડેલા ખેડૂતો તસવીરમાં નજરે પડે છે)


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain