ખેરાલુ તાલુકાના નાના મોટા ગામોમાં ૧૧૦૦૦થી વધુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ખેરાલુ તાલુકાના તમામ ગામોમાં આજે છેલ્લા આઠ વષૅ થી મદદગાર ગૃપ દ્વારા પવનભાઇ ચૌધરી ની ટીમ સતત વૃક્ષારોપણ કાર્યક્રમ સફળ રીતે કરે છે
આજે સમગ્ર તાલુકામાં સ્થાનિક આગેવાનો ની હાજરીમાં તેમના હસ્તે ૧૧૦૦૦હજાર જેટલા વૃક્ષો રોપવા નો કાયૅ કર્મ યોજાયો હતો અને તે સંપુર્ણ કાયૅ કર્મ ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને પાનછા નજીક ચામુડા માતાજીના મંદિરે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો
જેમા પુવૅ ધારાસભ્ય અમિતભાઈ iચૌધરી સહિત પ્રદેશ ભાજપ ના અલગ અલગ મોરચૉ ના આગેવાનો સ્થાનિક પક્ષના હોદ્દેદારો ડેલીગેટો એ પણ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ એ એક માત્ર ઓક્સિજન માટેનુ હથીયાર સમજી કામે લાગ્યા હોવાનું જશુભાઈ ચૌધરી એ જણાવ્યું હતું.
દિન - ૧ દર વર્ષની જેમ સતત ૮માં વર્ષે પણ ભાજપ યુવા અગ્રણી પવનભાઈ ચૌધરી અને એમની મદદગાર પરિવાર ટીમ દ્વારા આ વખત પણ વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવા મા આવ્યો જેમાં ધારાસભ્ય સહિત તેમાં દૂધસાગર ડેરી ચેરમેન તથા પ્રદેશ અને જિલ્લા ના ભાજપ ના ગણા અગેવા નો ઉપસ્થિત રહ્યા હતા, દૂધસાગર ડેરી, કિસાન મોરચો તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટી, મદદગાર પરિવાર, શિવેન ફાઉન્ડેશન, તાલુકાપંચાયત, એપીએમસી ખેરાલુ સૌ મિત્રોના સહયોગથી આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
જેમાં એકજ દિવસે ૧૦,૦૦૦ વૃક્ષો નું વાવેતર પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, દૂધસાગર ડેરી ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, ખેરાલુ ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય અને શિવેન ફાઉન્ડેશન ના ચેરમેન શ્રી અમિતભાઇ ચૌધરી, કિસાન મોરચા ના પ્રદેશ મહામંત્રી શ્રી સરદારભાઈ ચૌધરી પ્રદેશ યુવામોરચા મહામંત્રી શ્રી નરેશભાઈ દેસાઈ, ભાજપ યુવા અગ્રણી પવનભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી અવચલભાઈ ચૌધરી, શ્રી એમ. ડી. ચૌધરી, તાલુકા પ્રમુખશ્રી પરથીભાઇ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ બાબુજી ઠાકોર, સતલાસણા પ્રમુખ શ્રી વિનુસિંહ, જશુભાઈ ચૌધરી, પ્રતિકભાઇ બારોટ, વિકાસભાઈ ચૌધરીના સહયોગ થી કરવામાં આવ્યું.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
રીપબ્લિક ઈન્ડિયા ટુડે તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment