"ડભોઇ શહેર- તાલુકાની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત- ઓનલાઇન માધ્યમથી શિક્ષણ કાયૅ શરૂ "
ડભોઇ શહેર અને તાલુકાના બાળકો એ ઉનાળાનું વેકેશન કોરોનાવાયરસની મહામારી વચ્ચે ઘરમાં રહીને વિતાવ્યું હતું. હવે જ્યારે ઉનાળાનું વેકેશન પૂરું થતા નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ નો સોમવારથી પ્રારંભ થયેલ છે .જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ તમામ શાળાઓ માં સો ટકા શિક્ષકોની હાજરી જોવા મળી હતી .ડભોઇ શહેર અને તાલુકાની તમામ સ્કૂલોમાં આજથી શૈક્ષણિક સત્રની ઓનલાઇન શરૂઆત કરી દેવામાં આવી હતી. પ્રથમ દિવસે શિક્ષકોએ ઔપચારિક ચર્ચાઓ વિદ્યાર્થીઓ સાથે કરી હતી. હાલમાં તમામ ધોરણોનું ઓનલાઈન શિક્ષણ સરકારની ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવેલ છે શિક્ષકોની સો ટકા હાજરી સાથે સ્કૂલો શરૂ થતા વર્ગ ખંડમાં માત્ર શિક્ષકો જ બોર્ડ પર લખી ઓનલાઇન ભણાવતા નજરે પડતા હતા . પહેલા તો જ્યારે શાળાઓ ખૂલીજાય ત્યારે શાળાઓનું સંકુલ બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠતું હતું. પરંતુ આજે તો શાળા ની પરિસ્થિતિ જોતા શાળાઓ સાવ સુમસામ નજરે પડતી હતી. હસતા-રમતા બાળકોની છબી આપણી આંખોની સામે આવે છે જેનું સ્મરણ કરતા આપણી આંખો પણ ભીની થઈ જાય છે.
ડભોઇના ગ્રામ્ય વિસ્તારોમાં ધોરણ ૩ થી ૧૨ નું ઓનલાઇન શિક્ષણ શરૂ થતા બાળકો મોબાઇલ લઇને ઓનલાઇન શિક્ષણ ભણતા ઘરોમાં જોવા મળ્યા હતા. પરંતુ કેટલાક છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક વારંવાર ખોરવાઈ જતું હોવાથી તેઓને ભણવામાં વધારે મુશ્કેલી વેઠવી પડે છે. આજથી શરૂ થયેલું શિક્ષણ સત્ર ક્યાં સુધી ઓનલાઇન ચાલશે એ તો આવનાર સમય જ બતાવશે. બાકી બાળકો પણ હવે પોતાની શાળાના દિવસો તેમજ શાળાના મિત્રોને યાદ કરી રહ્યા છે અને તેઓ પણ હવે જલ્દી થી પરિસ્થિતિ સારી થાય અને શાળાએઓ ફરી પહેલાની માફક શરૂ થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - નિમેષ સોની ડભોઇ
Post a Comment