આજરોજ સંવેદના અબોલ જીવોની ન્યુઝ પરિવાર દ્વારા દિલીપભાઈ ના પરિવાર ના લાભાર્થે એક લાખ ને એક રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો

આજરોજ સંવેદના અબોલ જીવોની ન્યુઝ પરિવાર દ્વારા દિલીપભાઈ ના પરિવાર ના લાભાર્થે એક લાખ ને એક રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યોતારીખ ૯ જૂનના રોજ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામા અબોલ પક્ષીને બચાવવા જતા  દિલીપભાઈ ને વીજકરંટ લાગવાથી તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું દિલીપભાઈ શાકભાજીની લારી ચલાવતા હતા તેમજ તેઓ ખૂબ જ ગરીબ પરિવાર માંથી હતા તેઓને સંતાનમાં ત્રણ બાળકો હતા બે પુત્ર તેમજ એક પુત્રી આ ઘટના બનતા આ ત્રણેય બાળકો વિહોણા થયા હતા ખૂબ જ ગરીબ પરિસ્થિતિના હતાં પોતાના ઘરમાં દિલીપભાઈ એક જ કમાનાર વ્યક્તિ હતા. તારીખ ૧૧ જૂન ના રોજ થી સંવેદના ન્યુઝ પરિવારની સમગ્ર ગુજરાતની ટીમ દ્વારા આ પરિવાર ના લાભાર્થે ફંડ એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જે આજરોજ સુધી શરૂ હતી અને આ ઝુંબેશના અંતમાં આજરોજ તારીખ ૨૧ જૂન ૨૦૨૧ ના રોજ એક લાખ ને એક રૂપિયાનો ચેક દિલીપભાઈ ના પરિવારનો અર્પણ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે બે મહિના ની રાજધાની કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. સંવેદના અબોલ જીવોની ન્યુઝ ના તંત્રી સેન્જલભાઈ મહેતા, મહેસાણા જિલ્લાના બ્યુરો ચીફ મયંકભાઈ નાયક, વડા જિલ્લાના બ્યુરો ચીફ રાહુલભાઈ પંચાલ મહેસાણાના મનમિતસિંગ અરોરા, તેમજ દીપાભાઈ દરબાર એ સ્વર્ગીય દિલીપભાઈ ના  પરિવારની મુલાકાત લીધી હતી.  માલપુર ના મયુરભાઈ દરજીનો ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો હતો. અહેવાલ - દેશુર ગઢવી ખંભાળિયા 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain