રાપર તાલુકા સંકલન સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવા મા આવી
આજે રાપર તાલુકા મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલી રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ ખાતે રાપર તાલુકા ની સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં તાલુકા ના વિવિધ વિભાગો મા રજૂ થયેલા પ્રશ્ર્નો ની ચર્ચા કરવા મા આવી હતી આજે ભચાઉ પ્રાંત અધિકારી પી એ જાડેજા ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા નાયબ મામલતદાર મહેશ ઠક્કર ના. કાર્યપાલક ઈજનેર એન. વી અલવાણી ડેપો મેનેજર વિશાલ ગોહિલ. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર ઈલેવનસિંહ વાધેલા પ્રતાપ પરમાર પીએસઆઈ બી જે પરમાર હુશેન જીએજા મનોજ સોલંકી આર. જે. જાડેજા સહિત ના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત તાલુકા સંકલન સમિતિના સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા રામજી સોલંકી કાનજીભાઈ ગોહિલ વિપુલ ચૌધરી એમ જી. પરમાર સહિત ના તેમજ નગરપાલિકા ના પ્રમુખ તાલુકા સંકલન સમિતિના સદસ્ય છે.
પરંતુ લાંબા સમય થી તેમના પતિ દેવ હાજર રહેતા હોવાનો ગણગણાટ થયો હતો અગાઉ આ બેઠક મા જે તે સમયે તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ કે જે તે સમયે મહિલાઓ હતા ત્યારે તેમના પ્રતિનિધિ તરીકે પતિ દેવ આવતા જે તે વખત ના પ્રાંત અધિકારી એ બહાર જવાનું કહ્યું હતું તો રાપર તાલુકા સંકલન સમિતિની બેઠકમાં સદસ્યો ના બદલે અન્ય સદસ્યો આવે છે તે અંગે પ્રાંત અધિકારી એ પગલાં લેવા જોઈએ આજે યોજાયેલી આ બેઠક મા રાપર તાલુકાના તમામ વિભાગોમાં થી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સાત પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી જેનો જે તે સબંધિત અધિકારીઓને નિકાલ કરવા માટે સુચના આપવામાં આવી હતી
Post a Comment