ડભોઈ પોલીસે રેડ કરતા ધરમપૂરી ગામે અંબાવડિયામાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપ્યા

ડભોઈ પોલીસે રેડ કરતા ધરમપૂરી ગામે અંબાવડિયામાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપ્યા



ડભોઇ પોલીસ ઇસ્પેક્ટર જે.એમ વાઘેલાને અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે ધરમપુરી ગામે આંબાવાડી ઓમાં  કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થીક ફાયદા સારું રૂપિયા વડે ભેગા પત્તા પાના થી હારજીતનો જુગાર રમી રમાડે છે. જે ચોક્કસ બાતમીને આધારે હકીકત વાળી જગ્યાએ ધરમપુરી ગામે આંબાવાડીઓમાં હકીકતના આધારે ડભોઇ પોલીસ સ્ટાફના જવાનોએ તે જગ્યા ઉપર દરોડો પાડતા સદર જગ્યા ઉપરથી ચારેય ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. 


જેમાં (૧). તુષારભાઈ ગીરીશભાઈ ઉ. વ, ૨૪ રહે. પટેલ ફળિયું વડજ, તા. ડભોઇ, જી.વડોદરા, (૨). રોહિતભાઈ વલ્લભભાઈ પ્રજાપતિ, ઉ.વ ૪૧ રહે. કુંભારવાડા,સિતપુર, તા. ડભોઇ,જી.વડોદરા, (૩). રાજુભાઈ શાંતિલાલભાઈ તડવી ઉ.વ.૩૫,રહે. કાંઠી ફળિયુ,ધરમપુરી,તા.ડભોઈ, જિ.વડોદરા,(૪). જમાલભાઈ ઇબ્રાહીમભાઇ મન્સૂરી ઉ.વ.૪૨,રહે. મોટું ફળિયું,વડજ,તા.ડભોઈ,જી.વડોદરા, સદર તમામ ઈસમોની અંગઝડતી કરતા તેઓ પાસેથી રોકડા રૂપિયા ૧૨,૦૨૦/ - તથા દાવ ઉપરના રૂપિયા ૩,૫૨૦ તથા પત્તાપાના નં-૫૨ કી.રુ ૦૦/૦૦  મળી કુલ રૂપિયા ૧૫,૫૪૦/- નો મુદ્દામાલ કબજે કરી અને હાલમાં ચાલતી કોરોના ની વૈશ્વિક મહામારી ને લઇ સરકારશ્રીના જરૂરી નીતિનિયમોનું તેઓએ ઉલ્લંઘન કરી ગુનો કર્યો હોય 


તેઓની વિરુદ્ધમાં જુગારધારાની કલમ ૧૨,ઈ.પી.કો.કલમ(૨૬૯), તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧(બી ) મુજબ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેમજ સદર ચારેય ઈસમોની ધરપકડ કરી આગળની કડક કાયદાકીય કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain