ખેરાલુ તાલુકાના સાગથળા નજીક રબારી સમાજના નેસળાનો માગૅ આઝાદી પછી આજે પણ ધુળીયો
ખેરાલુ તાલુકાના સાગથળા થી હોટલપુર તરફના માગૅ પરથી રબારી સમાજના દસથી વધુ પરિવારના ઘરો આઝાદી સમયથી વસવાટ કરે છે તેમની જમીનો પર ખેતી કરી ઉંટ ગાયોની અને ભેંસો નીમાવજત કરી પશુપાલનની સાથે ખેતી ની ઊપજ મેળવે છે રબારી સમાજ ના મતો લેવા ખેરાલુના ધારાસભ્ય સ્વ શંકરજી ઓખાથી ઠાકોર ની ટમૅ પુરી થઈ તયારબાદ ધારાસભ્યરમીલાબેન દેશાઇ એ કમૅ પુરી કરી ત્યારબાદ ધારાસભ્ય અને હાલ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને હાલ ધારાસભ્ય અજમલજી ઠાકોર તમામે સમયસર વિકાસના પ્રલોભન આપી મતો લીધા પણ આજ સુધી નેસળામા જવાનો માગૅ ધુળીયો રહ્યો ત્યાં ડામર ન લગાવાયો પણ હા સાગથળા. થી ચાડા જવાનો રસ્તો બહુમતી ધરાવતા લોકોના દબાણ થી પાકા રસ્તા બન્યા પણ આ દસ બાર ઘરોને જરૂરી પાકો રોડ નં બનાવીને લઘુમતી હોવાનું સાબિત કર્યું
આ લોકોને ની રજુઆત કરશે કોણ સરપંચો ડેલીગેટો પણ પોતાની ચુંટણી ટાણે વિકાસ કાર્યો ના ગાજર લટકાવી કે લોલીપોપ આપીને ફરાર થઇ ગયા હવે આ લોકો પુછે છે કે અમારા કામો ની જવાબદારી કોની તલાટી /ટીડીઓ કે મામલતદાર જેવા અધિકારી ઓ તરફ મીટ માંડી બેઠા છે
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment