"ડભોઇ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિપક્ષના નેતાની વરણી કરાઈ"

"ડભોઇ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિપક્ષના નેતાની વરણી કરાઈ"

     


તાજેતરમાં યોજાયેલ ડભોઇ તાલુકા પંચાયતની ચુંટણીમાં તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકો પૈકી બહુમતિ ૧૩ બેઠકો ભાજપાના પક્ષે આવી હતી.જેથી સત્તાપક્ષ પર ભાજપના હોદ્દેદારોની વરણી કરાઈ હતી.જ્યારે કોંગ્રેસના ફાળે પાંચ બેઠકો આવી હતી અને  બે બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા.

               

જેના કારણે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ડભોઇ તાલુકા પંચાયતમાં વિપક્ષની ભૂમિકા ભજવવા માટે ડભોઇના  પ્રહલાદભાઈ મંગળભાઈ પટેલની વિપક્ષના નેતા તરીકે વરણી કરી છે. જ્યારે વિપક્ષના ઉપનેતા તરીકે ભરતભાઈ જયંતીભાઈ પટેલ તેમજ કોંગ્રેસ પક્ષના દંડક તરીકે જાગૃતીબેન દીક્ષિતભાઈ ઠાકોરની વરણી કરી છે.વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગર (કોકો) બ્રહ્મભટ્ટે આ બાબતની જાણ કરતો મેન્ડેટ ડભોઇ તાલુકા કોંગ્રેસ સમિતિને પહોંચાડ્યો હતો જેથી ડભોઇ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ આ નિમણૂકો કરતા પત્ર ની જાણ રૂબરૂ માં ડભોઇ તાલુકા વિકાસ અધિકારીને કરી હતી . આ પ્રસંગે  ડભોઇ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કોંગ્રેસ અગ્રણીઓ પ્રહલાદભાઈ પટેલ, કૃણાલભાઈ, પ્રભુદાસભાઈ   વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ વિપક્ષમાં રહી ગ્રામ્ય વિસ્તારના લોકોના કાર્યો તેમજ તેમના પ્રશ્નો અંગે અસરકારક રીતે રજૂઆત કરશે અને પ્રજાના કામો સત્વરે ગુણવત્તાસભર થાય તેની પૂરતી તકેદારી રાખશે આમ આજરોજ ડભોઇ તાલુકા પંચાયતમાં વિપક્ષમાં બેસનાર કોંગ્રેસના વિવિધ  હોદેદારોની વરણી કરાઈ હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ


0/Post a Comment/Comments

Stay Conneted

Domain