લોકો સારા દિવસો ની રાહ જોઈ છે ખંભાલિયા ની ટાવર ઘડિયાળ નો ખરાબ સમય ચાલે છે તેને પણ સારા સમય નો ઈંતેજાર
એક કહેવત છે આશા અમર છે પણ કહેવત કહેનાર ને સાંભળનાર બને જાણે છે કે આપણે અમર નથી છતા માણસ આશાવાદી જીવ છે ને અચ્છે દિન ની આશા એ બૂરા વખત ને વિતાવે છે "વક્ત બદલને કો ભી વક્ત ચાહિયે " તેમ વાટે વાટે અનંતની વાટ પકડે છે ઘરની ઘડીયાળ માટે ઘોરખોદિયા પાસે ઘડી નથી?
જામખંભાળીયા ના નાક જેવા નગર નાકે એક ઘડિયાળ વરસો થી શબરી જેમ રામની વાટ જોતી એમ તંત્ર ની રાહ જોઈ રહી છે. ખંભાલિયા ના આજુબાજુ ના ચાર પાંચ તાલુકાઓ નો વેપાર ને જીલ્લા નુ મુખ્ય મથક એટલે જુના સમય ની આ ઘડીયાળ નો પણ એક સમય હતો કે લોકો એ સમય જોઈ પોતાનો સમય સેટ કરતા પણ આજે આ ઘડીયાળ ને રિપેર કરવા માટે તંત્ર પાસે એક ઘડી નો સમય નથી આ ઘડિયાળ પણ ટકોરો વગર ની એટલે બિચારી બાપડી જનતા જેવી મૂંગી છે જે જે રાહદારીઓ એની સામે જોઇ છે ત્યારે મૌન સંવાદ થાય છે ને ઘડીયાળ આ દર્શકૉ ની જાણે માફી માગે છે કે હું પણ હવે જુની થઇ એટલે આ સરકાર ને તંત્ર કદાચ ભંગારવાડા જેવા " માર્ગદર્શક મંડળ " ની સુચી મા મુકી દે તો નવાઇ નહી ને ઘણા મૌન સવાલ પણ કરે છે શું મારી સારવાર માટે તંત્ર પાસે બજેટ નથી? સતત સમય બતાવતી ફરજનિષ્ઠા માટે એની પાસે સમય નથી, અને સાંભળ્યું છે કે કોરોના કાળમા પાલિકા એ માસ્ક ના દઁડ થી તિજોરી ભરી છે તો શું એમા થી કૈંક રકમ મારા માટે ના ખર્ચી શકે? આવા વેધક સવાલ સામે રાહદારીઓ નો જવાબ પહાડ જેવો નિસાસો હોય છે કોઈ ઉતર ના મળે ત્યારે આ કાંટા વગર ની વોચ ફૂલ જેવી શાયરી મા ગણગણે છે વક્ત મિલને પર મે તેરી ઝૂલ્ફ સુલઝા દુંગા, આજ ઉલઝા હું વક્ત કો સુલઝાને મે કહી ને ઉંડો નિસાસો નાખે છે. શું સમય બતાવનાર નો સારો સમય નહિ આવે? અહેવાલ - દેશુર ધમા ખંભાળિયા
Post a Comment