રાપર ના સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જલારામ ગૃપ ને આઠ વર્ષ પૂર્ણ થતાં વેકશીન કેમ્પ યોજાયો
રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે છેલ્લા આઠ વર્ષથી વાગડ વિસ્તારના રાપર તેમજ આજુબાજુના ગામોમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં જલારામ ગૃપ ને આજે આઠ વર્ષ પૂર્ણ થતાં આજે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી
આ અંગે રાપર જલારામ ગૃપ ના સ્થાપક શૈલેષ ભીંડે એ જણાવ્યું હતું કે જલારામ ગૃપ ની આઠ વર્ષ પહેલાં ચાર સદસ્યો થી સ્થાપના કરવામાં આવી હતી સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવા મા આવી હતી જેમાં જરુરીયાતમંદો ને રાશન કિટ પક્ષીઓ ને ચણ પશુઓ માટે ઘાસચારો કુતરાઓ ને રોટલા મેડિકલ સહાય નાના બાળકો ને પ્રવાસ નાસ્તો. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ. નેત્ર નિદાન સારવાર કેમ્પ તેમજ સ્નેહ મિલન સહિત ની સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે ચાર સદસ્યો થી શરુ કરવામાં આવેલ જલારામ ગૃપ મા આજે એંસી સદસ્યો છે આ સદસ્યો દ્વારા દર મહીને બસો રુપિયા નો ફાળો આપી રહ્યા છે ઉપરાંત રાપર શહેર ગ્રામ વિસ્તાર અંજાર ભચાઉ ભુજ મુંબઈ સુરત સહિત ના વિસ્તારોમાં કે જ્યાં વાગડ વિસ્તારના લોકો રહે છે તેઓ દ્વારા તેમના જન્મદિવસ વડિલો ની પુણ્યતિથી એ યથા શક્તિ ફાળો આપી સેવાકીય પ્રવૃત્તિઓ મા સહભાગી બની રહયા છે ભવિષ્યમાં રાપર જલારામ ગૃપ દ્વારા ખીચડી ઘર તથા જરૂરિયાત વારા દર્દીઓ ને મેડિકલ ફાળો આપવા મા આવી રહ્યા છે ઉપરાંત વિધાર્થીનીઓ ને બુક વિતરણ.. ઓકશિજન બોટલ તેમજ અન્ય પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે
આજે રાપર ભભભુતગિરી સ્કૂલ ખાતે વેકશીન કેમ્પ મા તાલુકા સુપરવાઇઝર કંચન બેન સુવારીયા. બંસીબેન વાગડીયા ઋષિતા કોરાટ શૈલેષ ભીંડે નયન સુરૈયા. રાહુલ ઠક્કર કૃપાલસિંહ વાધેલા ભાવિક કોટક ધનસુખ સાયતા ડાયાભાઈ ઠાકોર મોંધી બેન બેરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
Post a Comment