કોવિડ ૧૯ વેક્સીન ૧૮ + મહા અભિયાન નું પ્રા. આ. કેન્દ્ર સામખીયારી મધ્યે ઉદઘાટન કરાયું

કોવિડ ૧૯ વેક્સીન ૧૮ + મહા અભિયાન નું પ્રા. આ. કેન્દ્ર સામખીયારી મધ્યે ઉદઘાટન કરાયું



સામખીયારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેક્સીન ૧૮ + મહા અભિયાન નું ઉદઘાટન ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ મઘીબેન ગોકળભાઇ વાવીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પ્રા. આ. કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ. જશુભાઇ બારડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જંગીના સુપર વાઈઝર બી. કે. જાદવ પ્રા. આ. કેન્દ્ર સામખીયારી ના સુપર વાઈઝર ડી. કે. ધવલ, પ્રિયંકાબેન કટારા, મૃદુલાબેન રાઠોડ, મનીષાબેન પરમાર, હર્ષદ સોલંકી, રાજેશ પરમાર મયુરભાઇ સંઘાણી, તપસીલ પટેલ, સંજય ચાંડેરા, રાજુભાઈ ઠાકોર, દેવરખી ભાટીયા, વિપુલ ગોસ્વામી નીશાબેન પરમાર અને આરોગ્ય નો સ્ટાફ આ મહા અભિયાન નું માર્ગદર્શન પૂરું પાડેલ જેમાં ૧૮ + વેક્સીન સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન ટોકન આપી રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો



જેમાં સામખીયારી ઉપસરપંચ અમીનભાઇ રાઉમા, વેપારી અગ્રણી ધનસુખભાઇ ઠક્કર તેમજ સામખીયારી ગ્રામજનો હાજર રહ્યા હતા. આ તકે બી. કે. જાદવે લોકોને વેક્સીન બાબતે ખોટી અફવાઓ માં ન આવવા અને વેક્સીન લેવાના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપેલ અને વધુમાં વધુ ગ્રામજનો વેક્સીન લે તેવી અપીલ કરી હતી અને મેડિકલ ઓફિસર જશુભાઇ બારડે ગ્રામજનો ને વિડિયો ના માધ્યમથી વેક્સીન લેવા બાબતે સમજણ આપેલ. આભારવિધી ડી. કે. ધવલે કરેલ હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ભચાઉ કચ્છ જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - ધનસુખભાઇ ઠક્કર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain