મેલેરિયા શાખામાં ૩૫ વર્ષ સેવા આપી વયનિવૃત થતા કમૅચારીને સાથી કર્મચારીઓ દ્વારા વિદાય સંભારંભ

ડભોઇ નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનની ઉપસ્થિતિમાં 


" મેલેરિયા શાખામાં ૩૫ વર્ષ સેવા આપી વયનિવૃત થતા કમૅચારીને સાથી કર્મચારીઓ દ્વારા વિદાય સંભારંભ  "ડભોઈ નગરપાલિકામાં મેલેરિયા શાખામાં ફરજ બજાવતા પૂજાભાઈ પરમાર તેમણા ફરજ કાર્યકાળની સીમાપૂણૅ કરી વયનિવૃત થતા .ડભોઈ નગરપાલિકાના સાથી કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા  તેઓનું ફૂલહારથી સન્માન કરી વિદાય સમારંભ યોજી વિદાય અપાઇ હતી. 

           

પૂજાભાઈ પરમારે ડભોઇ નગરપાલિકાના કાર્ય ક્ષેત્રમાં સતત ૩૫ વર્ષ જેટલા લાંબા સમયગાળા સુધી મેલેરિયા શાખામાં તેમજ ડિસ્પેજ કારકુન તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી અને પોતાના કાર્ય ક્ષેત્રમાં ઉમદા કામગીરી કરી હતી. પોતાનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ  કર્યો હોવાથી,  ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ અને સાથી કર્મચારીઓએ તેમણે ભાવભરી વિદાય આપી હતી.

 

આ પ્રસંગે ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણી, કારોબારી ચેરમેન વિશાલ શાહ, મેલેરિયા વિભાગના ચેરમેન, નગરપાલિકાના (ઓ.એસ) રાજેશ ભાઈ પટેલ, મહેશભાઈ પરમાર, મેલેરિયા શાખાના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર સલીમભાઈ બેલીમ, સંજયભાઈ ઇનામદાર, અતુલભાઈભટ્ટ, એકાઉન્ટન્ટ અશોકભાઈ વસાવા તથા અન્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 


વિદાય લેનાર કર્મચારી પૂજાભાઈ પરમારે સૌ સ્ટાફગણનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેઓને સાથી કર્મચારીઓ તરફથી સ્મૃતિભેટ આપવામાં આવી હતી અને પૂજાભાઈ પરમારનું આગામી આયુષ્ય ખૂબ જ તંદુરસ્ત અને સફળ નીવડે તેવી શુભેચ્છાઓ આપી, ઉત્સાહભેર તેમને વિદાય આપાઈ હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain