"સાત જુગારીયાઓને ઝડપી પાડતી ડભોઈ પોલીસ-બે વ્યક્તિ ફરાર"

ડભોઇ નગરના સુધરાઈ ગ્રાઉન્ડ નજીકથી 


"સાત જુગારીયાઓને ઝડપી પાડતી ડભોઈ પોલીસ-બે વ્યક્તિ ફરાર"

 

                  

ડભોઇ નગરમાં હીરાભાગોળ બહાર આવેલ સુધરાઈ ગ્રાઉન્ડ પાસે  ખુલ્લામાં લાઈટના અજવાળામાં  કેટલાક લોકો ભેગા થઈ જુગાર રમતા હોઈ તેવી ચોક્કસ બાતમી ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાઘેલાને મળી હતી. જે બાતમીને આધારે બાતમી વાળી જગ્યાએ ડભોઇ પોલીસના જવાનોએ રેઈડ કરતા સાત જુગારિયા ઝડપાયા હતા અને બે વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી.

              

ડભોઇ હીરાભાગોળ બહાર સુધરાઈ ગ્રાઉન્ડ પાસે ભાથુંજી નગર પાછળ અમુક લોકો કુંડાળું વાળી ખુલ્લામાં પાના પત્તાનો જુગાર રમી રહ્યા હતા. જેથી ડભોઇ પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી જેના પરિણામે પોલીસને જોઇને જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પાંમી હતી.જેથી ભાગી રહેલા જુગારીયાઓને પોલીસે કોર્ડન કરી ઝડપી પડ્યા હતા જેમાં ૭  જુગારીયાઓ ઝડપાયા હતા અને ૨  જુગારીયાઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. 


ઝડપાયેલા જુગારીયાઓમાં (૧) કલ્પેશ ઉર્ફે કલ્યાણ  કનુભાઈ રાણા ઉ.વ.૩૩ રહે,રાણાવાસ ડભોઇ,(૨) રમેશભાઈ ભીખાભાઇ રાણા રહે,ઉ.વ.૫૩,રાણાવાસ અંબાલાલની ચાલી પાસે, ડભોઇ (૩) કૌશિકભાઈ સોમાભાઈરાણા,ઉ.વ.૩૦.રહે,રાણાવાસ,ડભોઇ(૪)રજનીકાંત ગોપાલભાઈ રાણા ઉ‌.વ.૩૮.રહે રાઘવનગર સોસાયટી, ડભોઇ(૫)રીપૂલભાઈ ગોવિંદભાઇ રાણા,ઉ.વ.૨૯. રહે,રાણાવાસ ખોડીયાર માતાના મંદીર પાસે, ડભોઇ. (૬) રાહુલભાઈ રમેશભાઈ તડવી,ઉ.વ.૨૫,રહે,સુધરાઈ ગ્રાઉન્ડ પાસે, ડભોઇ (૭) નિલેશભાઈ પરસોત્તમભાઈ રાણા,ઉ.વ.૩૨ ને સ્થળ ઉપરથી જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.


જ્યારે મહેબૂબભાઈ સુલેમાનભાઈ ખાનુંવાલા રહે,ચુનારા ફળિયું, ડભોઇ તથા અશ્વિનભાઈ ગોવિંદભાઈ તડવી ઉર્ફે (ટીક્કી) રહે,ખેડાવાડ ફળિયું, ડભોઇ નાસી છૂટવામાં સફળ થયા હતા. ઝડપાયેલા તમામ જુગરીયાઓ પાસેથી અંગઝડતી કરતા  કુલ રૂ. ૨૪,૨૨૦ તથા દાવ ઉપરના રૂ.૭,૮૨૦ મળી કુલ રૂ.૩૨,૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ જુગાર રમતા ઈસમો વિરુદ્ધ  જુગારધારા ની કલમ ૧૨,તથા ઇ.પી.કો. કલમ ૨૬૯ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૧( બી)  મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને નાસી છૂટેલા બે ઇસમોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમજ આગળની કડક કાનૂની કાર્યવાહી-તપાસ  હાથ ધરાઇ  છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain