રાપર તાલુકા મા એક ઈંચ વરસાદ
વાગડ વિસ્તારના રાપર તાલુકા મા છેલ્લા બે દિવસથી મેઘરાજાની મહેર થઈ રહી છે આજે વહેલી સવારથી વરસાદ ના ઝાપટા વરસ્યા હતા આ સાથે ગઈ કાલે ૧૪ મી. મી. વરસાદ સાથે આજે ૧૨ મી. મી વરસાદ સાથે રાપર નો મોસમ નો કુલ વરસાદ ૨૬ મી. મી બપોરે બાર વાગ્યા સુધી થયા નુ નાયબ મામલતદાર મહેશ ઠક્કરે જણાવ્યું હતું આજે વરસાદ ના લીધે વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી હતી અને શહેર ની મુખ્ય બજારમાં થી પાણી વહી નિકળ્યા હતા વરસાદ ના લીધે ખેડૂતો વાવણી કરવા માટે બિયારણ લેવા માટે તાલુકા મથકે ઉમટયા હતાં વરસાદ ના લીધે અબાલ વૃધ્ધ સૌ કોઈ મા આનંદની લાગણી વ્યાપી છે
Post a Comment