દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આર.ટી.ઇ ના કાયદા હેઠળ પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂ થશે ?

નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું પરંતુ આર.ટી.ઇ. ની પ્રવેશ ફોર્મ પ્રક્રિયા શરૂ થઇ નહીં.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આર.ટી.ઇ ના કાયદા હેઠળ પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂ થશે ?નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું પરંતુ આર.ટી.ઇ ની પ્રવેશ ફોર્મ પ્રક્રિયા શરૂ થઇ નહીં હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા NSUI દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને આવેદન પાઠવ્યું હતું. 


કેન્દ્ર ની ભુતપુર્વ યુપીએ સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે આર.ટી.ઇ મુળભુત અધિકાર શિક્ષણ નો કાયદો લાવવામાં આવ્યો હતો જેમાં ૨૫% વિદ્યાર્થીઓ ને મફત શિક્ષણ પ્રાઇવેટ શાળાઓમાં આપવું તે જાહેર કરાયું હતું. આર.ટી.ઇ. ની પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરી થી માર્ચ ના અંત સુધીમાં ફોર્મ ભરવા નું હોય છે, જુનના અંત સુધીમાં બધા વિદ્યાર્થીઓ ને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. ઘણાં ગરીબ વાલીઓ આ યોજના નો લાભ લેતા હોય છે. હાલ પણ આ બાબતે વાલીઓ રાહ જોઈ ને બેઠા છે કે ક્યારે પ્રક્રિયા હાથ ધરાશે? હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે પરંતુ આર.ટી.ઇ ના પ્રવેશ બાબતે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાલની સ્થિતિ તમામ માટે કપરી હોય લોકો આર્થિક સંકટમા હોય જો આ યોજના વહેલી તકે હાથ ધરાઇ તો વધુમાં વધુ વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવી શકે. 


ઘણાં વાલીઓ પ્રવેશ ને લઇને પણ ચિંતિત છે કે પ્રક્રિયા હાથ નહીં ધરાઇ તો તેમના બાળકના ભવિષ્ય નું શું થશે??? નવા સત્રનો પ્રારંભ થયો છે તેમનો બાળક શિશિક્ષણથી વંચિત નહીં રહી જાય ને ??  આ તમામ બાબતે NSUI દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને આવેદન પાઠવ્યું. આ તકે NSUI નાં જિલ્લા પ્રમુખ દાના માડમ , પાલભાઇ આંબલિયા, દેવુ ગઢવી, અરવિંદ આંબલિયા, જયસુખભાઇ કણઝારીયા , રાકેશ નકુમ , હિતેષ નકુમ , યુવરાજ સિંહ વાઢેર , હિરેન ધોકીયા ,સાવન કરમુર, જેન્તી નકુમ સહિત ના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. અહેવાલ -. દેશુર ધમા ખંભાળિયા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain