ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના હસ્તે ઓકિસજન મશીનબેંક નું લોકાર્પણ

પંકજ શેઠ અને શ્રી ભક્તિ નિધિ ઈન કોર્પોરેશન ન્યુજશી ના સહયોગથી


"ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના હસ્તે ઓકિસજન મશીનબેંક નું લોકાર્પણ"



ડભોઇ કુંભારવાડા પાસે આવેલ ઝારોલાની વાડી ખાતે શ્રી ભક્તિ નિધિ ઇનકોર્પોરેશન ન્યૂ જર્સી યુ.એસ.એ દ્વારા ઓક્સિજન મશીન બેંકની સ્થાપના કરેલ જેનું લોકાર્પણ ડભોઇ-દર્ભાવતી ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્યે જણાવેલ કે આગામી સમયમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર માં કોઈ તકલીફ ન પડે તે માટે આ તૈયારી ખૂબ જ મહત્વની છે આ સંસ્થા દ્વારા ૧૦૧ ઓક્સિજન કોન્સન્ટેટર મશીનોનું આયોજન કરવામાં આવેલ છે તે ખૂબ જ આવકારદાયક છે .કારણકે નજીવી ડિપોઝિટ લઈને આ મશીને જરૂરીયાત મંદ વ્યક્તિના ઘરે  પહોંચતું કરવામાં આવશે અને આ મશીન જ્યારે પાછું આપવામાં આપશે ત્યારે તેઓને તેમણી ડિપોઝીટ પરત આપવામાં આવશે. એટલે કે આ સેવા તદ્દન ફ્રી માં પૂરી પાડવામાં આવશે.  



ડભોઇ નગર અને તાલુકાની પ્રજાને સાથોસાથ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને આ સેવાનો લાભ મળશે. કોરોનાવાયરસની બીજી લહેર  ભયંકર ફેલાઈ હતી .જેમાં ઓક્સિજનની ખૂબ જરૂરિયાત પડી હતી ઓક્સિજન પૂરતો મળતો પણ ન હતો હવે ત્રીજી લહેર કોરોનાવાયરસની આવશે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહેલ છે જેની તૈયારીના ભાગરૂપે ' ન્યૂ જર્સી યુએસએ ' માં વસતા ડભોઇના પંકજભાઈ શેઠને આ અંગે વિચાર આવતા તેઓએ વિદેશ માં વસતા ભારતીયો દ્વારા સંચાલિત સંસ્થા શ્રી ભક્તિ નિધિ ઇનકોરર્પોરેશન ન્યૂ જર્સી યુ.એસ.એ ને આ અંગે જણાવતા આ સંસ્થા દ્વારા ડભોઇ ખાતે ઓક્સિજન મશીન બેંકની સ્થાપના કરવામાં આવી હતી. જેનું આજરોજ લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું



આ પ્રસંગે સંસ્થાના ચેરમેન પંકજભાઈ શેઠ સાથે જિલ્લા ભાજપના મહામંત્રી ડો. બી. જે. બ્રહ્મભટ્ટ, ડભોઇ શહેર પ્રમુખ ડો.સંદીપ શાહ, ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી ચેરમેન શશીકાંતભાઈ પટેલ, ડભોઇ નગર પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, કારોબારી ચેરમેન વિશાલ શાહ, વડોદરા ના કનુભાઈ શાહ તેમજ ડભોઇ નગરપાલિકાના સદસ્યો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

         

ડભોઇ તેમજ વડોદરા ખાતે ઓક્સિજન મશીનો વિનામુલ્યે મેળવવા માટે હિતેશ .વી .શાહ  શ્રીનાથજીની હવેલી સી ૨૩ તુલસી સોસાયટી  પૂનમકોમ્પલેક્ષ વાઘોડિયા રોડ ખાતે સંપર્ક કરવો મોબાઇલ નંબર ૯૪૨૬૩૪૫૬૬૯ અને ડભોઇ તેમજ ડભોઇ તાલુકા ખાતે મેળવવા માટે ચેતન જી શાહ પંકજ શેઠ નું નિવાસસ્થાન શેઠ ની ખડકી કંસારા બજાર મોબાઇલ નંબર ૯૪૨૮૮૭૮૧૨૩ પર સંપર્ક કરવો ઓક્સિજન મશીન વિનામૂલ્યે આપવામાં આવશે તેવું શ્રી ભક્તિ નિધિ ઇનકોર્પોરેશન સંસ્થા દ્વારા જણાવેલ છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ


0/Post a Comment/Comments

Stay Conneted

Domain