વાગડ નું સફેદ રણ જાણે યુરોપ ના દેશો ની યાદ અપાવે છે

વાગડ નું સફેદ રણ જાણે યુરોપ ના દેશો ની યાદ અપાવે છે



રાપર હાલ ચાલી રહેલા ધોમધખતા ઉનાળાના તાપ મા પરશેવે રેબઝેબ થઈ જવાય છે ત્યારે રાપર તાલુકાના રવેચી મંદિર નજીક આવેલા ગાંગટા બેટ ખાતે જવા માટે સાડા ત્રણ કિલોમીટર ના અફાટ રણમાં થી પસાર થવું પડે છે આ રણ વિસ્તાર ની બને બાજુ પાણી સુકાઈ જઈ નમક મા રુપાંતર પરિવર્તન થઈ ગયું છે



તે દ્રશ્ય ગાંગટા બેટ ના ડુંગર પર બિરાજમાન રવેચી માતાજી ના મંદિર પાસે થી રણ મા થી પસાર થતા કાચો માર્ગ જાણે સાપ ની જેમ આડોઅવળો થઈ મનમોહક દૃશ્ય ખડું કરી રહયો છે તો શિરાંની વાંઢ અમરાપર ના રણ મા થી પસાર થતો ડામર રોડ ની બને સાઈટ જાણે સાયબરીયન દેશ ના બરફના પ્રદેશ મા થી પસાર થતા માર્ગ પર થી પસાર થતા હોઈ એ એવો આભાસ થાય 



આ અંગે રતનપર ખડીર ના યુવાન સરપંચ દશરથભાઈ વેલજીભાઇ આહિર જણાવે છે કે ઉનાળામાં આ ખડીર બેટ પર સખ્ત ગરમી પડી રહી છે ટાપુ ની ચારે તરફ અફાટ રણ વિસ્તાર છે આ રણ કાંઠા મા ચક્કર લગાવી એ ત્યારે જાણે કોઈ યુરોપ ના દેશ ની યાદ અપાવે છે 



યુરોપ મા અત્યારે બરફ ના પ્રદેશ મા ઠંડક વળે છે જ્યારે ખડીર અને વાગડ ના સફેદ રણ મા ગરમી મા પરસેવો વળી જાય છે ત્યારે પ્રવાસધ ક્ષેત્રે ખડીર ટાપુ ના ધોરાવીરા ફોસિલ પાર્ક સનસેટ પોઇન્ટ રણ સફારી સહિત ના પ્રવાસન ક્ષેત્રે આગળ વધી રહયો છે આગામી દિવસોમાં માર્ગ નવા બનશે ત્યારે પ્રવાસન ક્ષેત્રે ખડીર વિસ્તાર હરણફાળ ભરવા માટે તત્પર બની ઉદ્ભવસ્થાન બને તો નવાઈ નહીં


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain