"વડોદરા જિલ્લા ભાજપા યુવા મોરચાની ડભોઇ- દર્ભાવતિ ખાતે પરિચય બેઠક-સન્માન સમારંભ -વૃક્ષારોપણ કરાયું

દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હાજર રહી યુવા મોરચાની ટીમને શુભેચ્છાઓ આપી


"વડોદરા જિલ્લા ભાજપા યુવા મોરચાની ડભોઇ- દર્ભાવતિ ખાતે પરિચય બેઠક-સન્માન સમારંભ -વૃક્ષારોપણ કરાયું"


આજરોજ ડભોઇના કોમર્સ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ, મહામંત્રી સહિતના હોદ્દેદારો અને દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની હાજરીમાં વડોદરા જિલ્લા યુવા મોરચાની પરિચય બેઠક યોજાઇ હતી. જેમાં નવા વરાયેલા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

             

તાજેતરમાં કોરોના મહામારીના સમયે પક્ષના આદેશ અનુસાર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના હોદેદારો અને કાર્યકરો દ્વારા જે મહત્વની કામગીરી કરાઈ હતી . જેમાં બ્લડ ડોનેશન કેમ્પ ,સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા, રેમડે સિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા વગેરે જેવી મહત્વની બાબતોમાં યુવા મોરચાના કાર્યકરોએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. જે ખરેખર પ્રસંશનીય બાબત હતી. તેમજ તાજેતરમાં નવા વરાયેલા યુવા મોરચાના હોદેદારોની પરિચય બેઠક યોજાઇ હતી. તેમજ આ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને હાજર રહેલા ઉપસ્થિતોની હાજરીમાં ૧૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . આ બેઠકમાં હાજર દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ યુવા મોરચાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

         

સમગ્ર બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંત થોરાટ, મહા મંત્રી કૌશલ દવે , ઉપપ્રમુખ મુકેશ રાઠવા , મનીષભાઈ સંઘાણી, વડોદરા જિલ્લા યુવા મોરચા પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ,ભાજપા જીલ્લા મહામંત્રી ડો.બી.જે બ્રહ્મભટ્ટ, ભાજપા પ્રદેશ કારોબારીના  સભ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ,વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ (કોયલી), જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકીલ )અને ડભોઈ નગર ભાજપ પ્રમુખ ડો. સંદીપ શાહ સહિતના હોદ્દેદારો  અને  કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain