ખંભાળીયા ની લિટલ સ્ટાર સ્કૂલે ફી માફી જાહેર કરતા સંચાલક મંડલ ને સન્માનિત કરતું યુવા ભાજપ & વાલી મંડલ
કોરાના કાળ ની વિપરીત પરિસ્થિતિમાં જામ ખંભાળીયા ની કરણી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લિટલ સ્ટાર સ્કૂલ દ્વારા આ વર્ષથી સ્કૂલ ફી ની માફી જાહેર કરી ઉપરાંત જ્યાં સુધી સ્કૂલ ઓફલાઇન શિક્ષણ ચાલુ ન થાય ત્યાં સુધી દોઢ કરોડ જેવી માતબર રકમની સ્કૂલ ફી માફી જાહેર કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લેતા જિલ્લા યુવા ભાજપ અને વિદ્યાર્થી વાલી મંડળ દ્વારા લિટલ સ્ટાર સ્કૂલ ના ટ્રસ્ટી અને સંચાલક રાજુભાઇ ગઢવી ને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી અભિનંદન આપ્યા હતા
આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર જામ ખંભાળીયા વિદ્યાર્થી વાલી મંડલ પ્રમુખ & શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર તાલુકા યુવા ભાજપ મહામંત્રી સાગર સોનગરા નગરપાલિકા મયુરભાઈ ધોરીયા શહેર ભાજપ ઉપપ્રમુખ હસુભાઈ ધોળકિયા નિકુંજભાઈ વ્યાસ નિરવભાઈ કવયા અમિતભાઇ જોશી મોહિતભાઈ પંડ્યા જીતુભાઇ ગઢવી જયસુખભાઈ મોદી ગૌરાંગભાઈ ભૂંડિયા વગેર યુવા ભાજપ અને વિદ્યાર્થી વાલી મંડળ ના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ - દેશુર ધમા ખંભાળિયા
Post a Comment