શાસ્ત્રીજી દ્વારા યુટ્યુબ ઉપર પ્રારંભ થયેલી જીવનની સફળ યાત્રા ને આવકારતું યુવાધન

સનાતન ધર્મ ગ્રંથોના  આધાર સ્તંભ પ્રમાણ સાથે 


શાસ્ત્રીજી દ્વારા યુટ્યુબ ઉપર પ્રારંભ થયેલી જીવનની સફળ યાત્રા ને આવકારતું યુવાધન

 


આજના આ આધુનિક યુગમાં સનાતનધર્મ નો પ્રચાર પ્રસાર અને આપણી પ્રાચીન ઋષિપરંપરા અને સંસ્કૃત્તીનો વારસો જળવાઈ રહે તેવા શુભ ઉદ્દેશ્ય સાથે સ્ટુડિઓ દ્વારા યુટ્યુબના માધ્યમથી જીવન ની સફળ યાત્રા નો તાજેતરમાં જ યુવા ક્રાંતિકારી વિચારધારા ધરાવતા અને સંસ્કૃતમાં નિપુણ અભ્યાસી શ્રી જીતેશભાઈ શુક્લ દ્વારા ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવેલ જેનો પ્રારંભ ૨૬/૦૬/૨૦૨૧ ને શનિવાર થી થયો.


ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે અત્યારના સમયમાં ખાસ કરી યુવાવર્ગને પ્રમાણોની જરૂરત પડે છે અને પછી તેને જીવનના આચરણ માં મૂકે છે તો આપણી સંસ્કૃત્તીમાં દરેક જગ્યા એ કોઈને કોઈ વિજ્ઞાન છુપાયેલું જ છે પણ આપણે એ ક્યાંક ચુકી ગયા છીએ અથવા તો સમજાવવામાં જ નથી આવ્યું તો તેવા અનેક પ્રશ્નો નું લૌકીક અને પ્રાચીન ઉદાહરણો અને છેવાડાના માનવીને સમજાય તેવી સરળશૈલીમાં શ્લોકોની વ્યાખ્યા ,ભજન,કાવ્યોના માધ્યમ સાથે વધારે ને વધારે સનાતન ધર્મમાં છુપાયેલી રહસ્ય કોઈ પણ પ્રકારના આર્થિક લાભ વિના સંપૂર્ણ નિસ્વાર્થભાવે દર શનિવારે રાત્રે .૯.૦૦ વાગ્યે યુટ્યુબ પર jitesh shukla shastreeji ચેનલ ના માધ્યમ થી પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે સાથે જીવનના મૂલ્યો શુ સૂચવે છે તેને પણ સરળતાથી આ વિષયમાં આવરી લેવાયો છે તો દરેક યુવાધન ને અપીલ કે આ ધર્મને સંસ્કૃત્તીની જ્ઞાનરૂપી જ્યોત છેવાડાના માનવી સુધી પોહચાડવામાં આપનું યોગદાન પ્રદાન કરશો જય સનાતન. અહેવાલ - દેશુર ગઢવી ખંભાળિયા


રીપબ્લિક ઈન્ડિયા ટુડે તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain