વાંકાનેર પંથકમાં દારૂની રેલમછેલ થાય તે પૂર્વે જ ભલગામની સીમમાં મોરબી એલસીબી ટીમ ત્રાટકી ૧૫.૮૨ લાખનો મુદામાલ જપ્ત આરોપી નાસી છુટ્યા

મોરબી તારીખ - ૧૦ જુન ૨૧


વાંકાનેર પંથકમાં દારૂની રેલમછેલ થાય તે પૂર્વે જ ભલગામની સીમમાં મોરબી એલસીબી ટીમ ત્રાટકી ૧૫.૮૨ લાખનો મુદામાલ જપ્ત આરોપી નાસી છુટ્યાવાંકાનેરના ભલગામની સીમમાં દારૂના કટીંગ સમયે જ એલસીબીની રેઈડ કન્ટેનરમાંથી ઈંગ્લિશ દારૂની ૧૫૬૦ બોટલો મળી કુલ ૧૫.૮૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં ઈગ્લિશ દારૂ ભરેલા કન્ટેનરમાંથી કટીંગ થવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમ ભલગામની સીમમાં ત્રાટકી લાખોના ઈગ્લિશ દારૂ સાથે કન્ટેનર ટ્રક સહીત કુલ રૂ.૧૫.૮૨ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી મોરબી એલસીબીના પીઆઈ વી.બી.જાડેજાની સુચના અનવ્યે એલસીબી પીએસઆઈ એન.બી.ડાભી સ્ટાફ સાથે કાર્યરત હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા નિરવભાઇ મકવાણા દશરથસિંહ પરમારને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે અમુક શખ્સો એચઆર-૩૮-જેડ-૩૬૨૩ નંબર વાળા અશોક લેલન કન્ટેનર ટ્રકમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારના રાજ્યમાંથી ભરી લાવી ભલગામની સીમમાં આવેલ ગ્રીનલેબલ કાસ્ટીંગના નવા બનતા કારખાનાની પાછળ આવેલ વાડી વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનુ કટીંગ થનાર છે જે હકિકતના આધારે એલસીબી ટીમે રેઇડ કરતા કન્ટેનર ટ્રક નંબર એચઆર-૩૮-જેડ-૩૬૨૩માં મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટ ભરેલ નાના મોટા પુઠ્ઠાના બોકસની આડમાં જુદી જુદી બ્રાન્ડનો ઈગ્લિશ દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ હોય.જેમા પોલીસે ઈંગ્લિશ દારૂ મેગ્ડોવેલ નંગ.૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ ૬૬૦ જેની કિંમત રૂ.૨,૪૭,૫૦૦ તથા રોયલ ગોલ્ડ પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ.૯૦૦ જેની કિંમત રૂ.૨,૭૦,૦૦૦ તેમજ અશોક લેલન ટ્રક કન્ટેનર રૂ.૮,૦૦,૦૦૦ મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટના બોકસ કિંમત રૂ.૨,૬૩,૯૦૦ જી.પી.એસ સીસ્ટમ કિંમત રૂ.૧,૦૦૦ મળી કુલ રૂ.૧૫,૮૨,૪૦૦નો મુદામાલ કબ્જે કરી રેડ દરમિયાન નાસી છુટેલા અજાણ્યા ટ્રક ચાલક માલ મોકલનાર તથા માલ મંગાવનાર વિરૂદ્ધ પ્રોહી ધારા હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ એલ.સી.બી પીએસઆઈ એન.બી.ડાભી ચલાવી રહ્યા છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મોરબી જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ : રજાક બુખારી મોરબી - ઘનશ્યામ ઠાકોર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain