રાપર નગરપાલિકા દ્વારા વિવેકાધીન ગ્રાંટના રૂપિયા ૨૫ લાખના કામોનું ખાતમુહૂર્ત કરવા મા આવ્યું

રાપર નગરપાલિકા દ્વારા વિવેકાધીન ગ્રાંટના રૂપિયા ૨૫ લાખના કામોનું ખાતમુહૂર્ત કરવા મા આવ્યું રાપર નગરપાલિકા દ્વારા નગાસર તળાવ ની પાળ પાસે આવેલા બગીચા પાસે રાપર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અમરતબેન વાવીયા ના વરદ હસ્તે તથા રાપર શહેર ભાજપના પ્રમુખ શ્રી ઉમેશભાઈ સોની ના પ્રમુખ સ્થાને નગાસર  ની બાજુમાં આવેલ નક્ષત્ર વન માં ટ્રી પ્લાન્ટેશન તથા સુધારા વધારા ના કામો, તેમજ સેનીટેશન સાઈડે સીસી રોડ, કોળી સમાજના સ્મશાનની કમ્પાઉન્ડ વોલ નું કામ તથા અનુ. જાતિ સમાજના નવાપરા તથા સરભંગીની ધાર સ્થીત સમસાનની કમ્પાઉન્ડ વોલ ના કામ નું ખાતમુરત કરવામાં આવ્યું.આ પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ ના પ્રતિનિધિ ભીખુભા સોઢા, કારોબારી ચેરમેન ના પ્રતિનિધિ  રામજીભાઈ પીરાણા, શાસક પક્ષના નેતાના પ્રતિનિધિ નિલેશભાઈ માલી, પુર્વ પ્રમુખ તથા નગર સેવક પ્રવીણભાઈ ઠક્કર, બાંધકામ સમિતિના ચેરમેન મૂરજીભાઈ પરમાર, નગરસેવકો લાલાભાઇ રાઉમા, ધીગાભાઈ પઢિયાર નગરપાલિકા ના સદસ્યો તેમજ શહેર ભાજપના મહા મંત્રીઓ લાલજીભાઈ કારોત્રા, મેહુલ ભાઈ જોશી. દેવુભા વાઘેલા, જૈન જાગૃતિ ના હોદેદારો વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાનો વેપારી આગેવાનો તાલુકા પંચાયતના સદસ્યો તથા નગરપાલિકાના કર્મચારીઓ નવઘણભાઈ , મહેશભાઈ સુથાર વાલજી ભાઈ પટેલ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા  શહેરના આગેવાનો ઉપસ્થિત રહેલ આ પ્રસંગે જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા નક્ષત્ર વન ને ૧૫૦ ઔષધિઓ ના વૃક્ષો આપવાની જાહેરાત કરવામાં આવી હતી આમ આજે યોજાયેલા આ ખાતમુહૂર્ત પ્રસંગે લોકો ઉપસ્થિત રહ્યા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain