" અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી બોલાચાલી કરી ગડદાપાટુ નો માર મારતા ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ "

" અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી બોલાચાલી કરી ગડદાપાટુ નો માર મારતા ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ "


ડભોઇ  સ્ટેશન રૉડ રહેતા જુબેર ખાન ઊસમાન  ખાન સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી કેટલાક ઇસમો દ્વારા તેની ઉપર હુમલો કરી ગડદાપાટુ નો માર મારવામાં આવ્યો હતો. પરંતુ તેવા સંજોગોમાં જુબેર ખાન વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ દાખલ થઇ હતી. પોતે ગુણાયુક્ત હોવાથી આવા માથાભારે તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શક્યા ન હતા.

            

ડભોઇ સ્ટેશન રૉડ પાસે રહેતા જુબેરખાન ઉસ્માનખાન  ઉંમર વર્ષ ૧૯ જેવો તિજોરીના કારખાનામાં કામ કરી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. ત્યારે થોડાક દિવસો અગાઉ કોઈક જૂની અદાવત રાખી કેટલાક ઈસમોએ તેઓની વિરુદ્ધ ખોટો ઝઘડો કરી


એક્ટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે અલમાસ અલીમુદીન શેખ નાઓનો ફોન આવતા તેઓએ જણાવેલ કે થયેલા ઝઘડાની વાત ચીત કરવા અને તેનું સુલેકરવા માટે બરફના કારખાના પાસે રેલવે સ્ટેશનની બહાર અમે ઉભા છે. એમ કહીને જુબેરને ત્યાં બોલાવ્યો હતો .જેથી જુબેર તેનો મિત્ર ફૈઝાન નાસીર બેલીમ ને લઇ તેઓ ત્યાં પહોંચ્યા હતા .


પરંતુ તેઓની એકલતાનો લાભ લઇ પરવેજ મન્સૂરી અને નઈમ શેખ ઝઘડા અંગે વાતચીત કરતા હતા.તે સમયે પરવેઝ મન્સૂરી અને નઈમનો મોટોભાઈ ત્યાં આવી પહોંચી પરવેઝ મન્સુરીનું ઉપરાણું લઇ નઈમ સલીમભાઈ શેખ પણ જુબેર ની સાથે જેમ તેમ બોલી તેની સાથે શરીરે ઢીંકાપાટુ વડે ગડદાપાટુંનો માર માર્યો હતો તેમના મિત્ર છોડાવવા પડતા  તેની સાથે પણ આવુ ઉદ્ધત વર્તન કર્યું હતું અને ધમકી પણ આપેલ કે જો ફરી મળીશ તો હજુ વધારે માર પડશે. પરંતુ મિત્ર ને ઇજા પહોંચી હોવાના કારણે તાત્કાલિક સારવાર અર્થે  તેને સરકારી દવાખાને લઈ ગયો હતો. 


પરંતું જુબેરખાન ગુણાયુક્ત હોવાને કારણે તાત્કાલિક આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શક્યા ન હતા. પરંતુ તેઓની  એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ સામે જામીન મળતાં  તેઓ મુક્ત થયા તુરંત જ તેઓએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં આ બંને માથાભારે ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસના જવાનોએ આ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain