વડનગર નગરપાલિકાના મહિલા પ્રમુખ ની જગ્યાએ તેમના પતિ ની પાલિકામાં સતત હાજરી નો થયો વ્યાપક વિરોધ
વડનગર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન વ્યાસ ના પતિ કમલેશ વ્યાસ વડનગર નગરપાલિકાની ઓફિસ માં પડ્યા પાથર્યા હાજરી આપતા હોઈ પ્રમુખ ની ગેરહાજરી માં રજુઆત કરવા આવનાર લોકોને ધરમધકકા ખાવા પડતા હતા તો વળી કેટલાક નગરસેવકો નગરમાં પોતાના વોર્ડમાં સ્ટ્રીટ લાઈટો છેલ્લા ચાર માસથી મોટાભાગની બંધ રહેવાની અને કેટલાક વિકાસ કામોની પ્રમૂખ ની ગેરહાજરી માં તકલીફ રજુઆત કોને કરવી તે મુદે ઉકળતો ચરૂ હતો તેમ ગીરીશભાઈ પટેલ સહિત સભ્યો નું કહેવું હતું જેને સતાધારી પક્ષના ઉપપ્રમુખ કાનાજી ઠાકોરે પણ ટેકો આપ્યો હતો.
વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ચંદ્રકાંત દેશાઇ અને પ્રમૂખ ઉપપ્રમુખે સ્ટ્રીટ લાઈટ એજન્ટ રોહિત ભાઇ સહિત એજન્સી વ્યવસ્થાપક સાથે ઓચિંતી મીટીંગ બોલાવતા નગરપાલિકાના સભયો વચ્ચે સ્ટ્રીટ લાઈટ મુદે અને મહિલા પ્રમૂખના પતિ ની હાજરી મુદ્દે હોહા મચી જવા પામી કેટલાક ગરમ મગજ ના સભ્યો હાજર નહોતા નહીંતર મામલો બગડી જવા પામ્યો હોત ચીફ ઓફિસર ચંદ્રકાંત દેશાઇ આને હોદ્દેદારોએ મામલો સંભાળી લેતાં સ્ટ્રીટ લાઈટ એજન્સી ને ૧૦દિવસમા સંપુર્ણ ૪૦૦થી વધુ લાઈટો બંધ છે તે ચાલુ કરવા આદેશ કરતાં તેણે ખાતરી આપી હતી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment