ડભોઇના વઢવાણા તળાવ માં સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડાતા ખેડૂત વર્ગમાં આનંદની લાગણી

ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રજૂઆતના પરીણામે


"ડભોઇના વઢવાણા તળાવ માં સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડાતા ખેડૂત વર્ગમાં આનંદની લાગણી"


  

ડભોઇ નગર થી માત્ર ૭ કિલોમીટરના અંતરે આવેલ વઢવાણા તળાવ જે ૨૩ ગામોની ખેતીની જમીનોને પાણી પૂરું પાડે છે ગ્રામ્ય વિસ્તારનો મુખ્ય વ્યવસાય એવા ખેતીના વિકાસ માટે વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડની દીર્ધ દ્રષ્ટિ ને કારણે આપણને આ તળાવ વારસામાં મળેલ છે ખેતીના વિકાસ માટે તેઓએ લીધેલ પગલાઓ ઐતિહાસિક અને અદ્વિતીય છે વઢવાણા તળાવ હાલમાં ખાલી હોવાથી તેને ભરવા માટે ધારાસભ્યએ નર્મદા નિગમમાં રજૂઆત કરેલ જેના ભાગરૂપે આજે આ તળાવ માં ધારાસભ્યના હસ્તે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું એ પ્રસંગે ઉપસ્થિત રહેલ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ વકીલ અને ભાજપના હોદ્દેદારો તથા નર્મદા નિગમના અધિકારીઓ હાજર રહ્યા હતા.

           


વઢવાણા તળાવ ૨૫ હજાર એકર કરતાં પણ વધુ જમીનને સિંચાઈ હેઠળ આવરી લેતું હોવાથી તે આ તાલુકાની સૌથી મોટી સિંચાઇ યોજના કહેવાય છે

             

વરસાદ આવતા પહેલા વઢવાણા તળાવની ૫ કેનાલો દ્વારા ૨૩ ગામોને ખેતી માટે આવતી કાલથી પાણી આપવામાં આવશે વરસાદ આવતા પહેલા ખેડૂતો ખેતરમાં દરૂના છોડ રોપશે આ છોડ રોપાયા પછી ટૂંક સમયમાં જ વરસાદનું પાણી મળશે જેથી ખેડૂતો બે પાક લઇ શકશે અગાઉના વર્ષોમાં ડાંગરની રોપણી ચોમાસુ શરૂ થયા પછી કરવામાં આવતી હોવાથી ખેડૂતો એક જ પાક લઈ શકતા હતા આ વર્ષે વરસાદ પહેલા વહેલી રોપણી થતા ખેડૂતો બે પાક સહેલાઈથી  લઇ શકશે આટલા વર્ષોમાં પહેલી જ વાર આ રીતના વઢવાણા તળાવ માંથી પાણી આપવામાં આવશે નર્મદાના પાણીથી વઢવાણા તળાવ ભરાતા બીજા દિવસે થી ખેડૂતોને કેનાલો દ્વારા ખેતરોમાં પાણી મળતું થતા ખેડૂતોમાં આનંદ વ્યાપી જશે.


(તસ્વીર- નિમેષ સોની,ડભોઇ:- ડભોઇ દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઈ દ્વારા વઢવાણા તળાવ માં પાણી છોડવા માટે કેનાલ ના દ્વાર ખોલતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે)


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ


0/Post a Comment/Comments

Stay Conneted

Domain