દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકા ના આથમણા બારા ગામ ના ખેડૂતો એ ખાનગી કંપની દ્વારા વીંડફાર્મ પ્રોજેકટ દરમિયાન ખેતર અને સરકારી ખરાબા માં શાળાની પાસેજ મોટા ખાડાઓ કરવામાં આવતા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના ચાર બારા ગામે આવેલ રેવન્યુ સર્વેનંબર ૧૮૭૧ પૈકી ૧ થી આવેલ જે સરકારી જમીન માં સાટોઇ વાડી શાળા આવેલ છે જે આથમણા બારા ની સિમ માં આવેલ હોઈ ત્યારે પાવરીકા નામની ખાનગી કંપની દ્વારા વીંડફાર્મ પ્રોજેકટ અંતર્ગત કોન્ટ્રાકટર ને કામ આપ્યું છે જે સરકારી ખરાબ ની જમીન માંથી રસ્તા બનાવવા માટે મોરમ ઉપાડી રહયા છે જે મોરમ ઉપાડવામાં આવે તો સરકારી ખરાબા ની જમીન માં મોટા ખાડાઓ થશે અને ચોમાસા દરમિયાન આ ખાડાઓ માં પાણી ભરાતા નજીકમાં આવેલ શાળા ના બાળકો તેમાં પડી જવાની ભીતિ સેવાઇ રહી છે સાથે જ ખાનગી કોન્ટ્રાકટર તેમજ ખાનગી કંપની દ્વારા જે પરમીટ ની અરજી કરાઈ છે તેનો સ્થાનિક લોકો અને ગ્રામપંચાયત નો સખત વિરોધ કરવામાં આવ્યો છે જેથી સરકારી ખરાબા ની જમીન માં મોટા ખાડાઓ ન થાય તેના માટે ખાનગી કંપની ને આ સ્થળ પર પરમીશન ન આપવા માટે રજુઆત કરવામાં આવી છે અને જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો આગામી સમયમાં ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડે તેવી ચીમકી પણ ઉચ્ચારી જિલ્લા કલેકટર ને આજ રોજ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. અહેવાલ - દેશુર ધમા ખંભાળિયા
Post a Comment