વય નાની અક્કલ વધુ ઉજ્જળા જેના આચાર દેજે એવા દાતાર ભાઈ સૌને શામળા

વય નાની અક્કલ વધુ ઉજ્જળા જેના આચાર દેજે એવા દાતાર ભાઈ સૌને શામળા આજે એવા જ એક ઉમદા વ્યક્તિત્વની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે લાલજીભાઈ ભુવા.

      

ઉપર મુજબનો દુહો એટલા માટે લેવો પડ્યો કેમકે  એમનું વ્યક્તિત્વ જ કંઈક એવું છે જેને અમે નજીકથી પરખ્યો છે. ખરા વૈષ્ણવ જન થઈ લોકો ની પીડા પોતાની હંમેશા માટે સમજતા આવ્યા છે અને હાલ પણ સમજે છે એમનું એક માત્ર ધ્યેય છે કે બસ કંઈક કરી ને જવું છે ખાલી હાથ આવ્યા છીયે અને ખાલી હાથ જવાના એવું લોકો કહે છે પણ મારે તો ખાલી હાથ નથી જવું કર્મોની એક મોટી ગાંસડી બાંધી ને જવું છે અને આવા પોતાના ધ્યેયના કારણે દિવસ રાત જાણ્યા વગર કોઈ પણ જાત ના સ્વાર્થ વગર કોઈ પણ પ્રકારની સેવામાં માત્ર એમને સમાચાર મળવાથી  હાજર થઈ જાય છે.

    

આ અમે ત્યારે અનુભવ્યું જ્યારે કોરોના કાળ નો પ્રારંભ થયો કોરોના કાળના પ્રારંભથી જ અનેક સેવાભાવી ચહેરાઓ સામે આવ્યા છે એમાં સૌથી તેજસ્વી ચહેરો લાલજીભાઈ ભુવાનો લાગતા કલમ રોકી ના શક્યા અને અંતે એમના વિશે બે શબ્દો કંડારવા જ પડ્યા  લાલજીભાઈ એ  કોરોના વોરિયર્સ જેવી જ ભૂમિકા ભજવી લોકોમાં જાગૃતતા થી માંડી અનન્ય સેવાઓ આપી તેઓ લોકોના સ્વાસ્થ્ય માટે  સતત ફ્રી સેનિટાઈઝર  માસ્ક વિતરણ જેવા સેવાકીય કાર્યો કરી લોકોની સેવા કરી રહ્યા છે અને પુણ્યનું ભાથું ભેગું કરી રહ્યા છે ક્યાંય પણ નામ નહીં માત્ર પડદા પાછળથી લોક સેવના ભાગીદાર બની રહ્યા છે લાલજીભાઈ ભુવા ફોટો સેસન કરતા સેવા સેશનમાં વધારે માને છે ગરીબોને કોરોના કાળમાં દવાઓની વ્યવસ્થા કરાવવી  તેમજ હમણાં હમણાં જ્યારે મોતની સિઝન ચાલતી ત્યારે કોઈ પણ  હોસ્પિટલમાં બેડ મળવા ખૂબ જ મુશ્કેલીઓ પડતી ત્યારે લોકો સાથે ખંભે ખંભો મિલાવી ઉભા રહ્યા તેમજ દર્દીઓ ને પોતાની પર્સનલ કારમાં ભયંકર પરિસ્થિતિમાં ભાઈ ભાઈનો નહોતો 


ત્યારે પોતે જાતે એમની સાથે જઇ હોસ્પિટલ પહોંચાડ્યા જેમને ઓક્સિજનની કમી હતી  એવા દર્દીઓ માટે અથાગ પ્રયત્નો કરી અનેકોને ઓક્સિજનની વ્યવસ્થા કરાવી અને મહત્વની વાત એ છે કે તેઓ સલાયા ભાજપના મહામંત્રી છે પોતે એક મોટા રાજકીય પક્ષના સલાયા તાલુકાના આગેવાન હોવા છતાં સામાન્ય વ્યક્તિની જેમ ક્યાંય ખોટા દેખાવો કર્યા વગર અને ફોટો સેશનમાં ન માની માત્ર લોકોની પીડા પોતાની સમજી નિઃસ્વાર્થ ભાવે સેવા કરી એનાથી મોટું પ્રમાણિકતાનું પ્રમાણ પાત્ર હોઈ જ ન શકે આવા હિરલાઓ રાજકીય પક્ષમાં જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ત્રિરંગાની આન બાન અને શાન ક્યારેય ઓછી નહીં થાય એવું અમને લાગી રહ્યું છે.

    

માનવ સેવા એ જ પ્રભુ સેવામાં  માનનારા અને हुतं च दत्तं च तथैव तिष्ठति એવું જેમનું સ્લોગન છે એવા સલાયા ભાજપના મહામંત્રી લાલજીભાઈ ભુવાને બિરદાવતા અમે પણ ગર્વ અનુભવીએ છીએ. અહેવાલ - દેશુર ધમા ખંભાળિયા 


0/Post a Comment/Comments

Stay Conneted

Domain