રાપર પોલીસે વાહનો મા થી બ્લેક ફિલ્મ કઢાવ્યા તો દંડ ફટકારી ભાન કરાવ્યું
રાપર હાલ ચાલી રહેલા કોરોના કાળ દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ ના થાય તે માટે બોર્ડર રેન્જ આઈજી જે. આર મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ વાગડ વિસ્તારના રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રાપર પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. જાડેજા પીએસઆઇ જી. જી. જાડેજા તથા પોલીસ કર્મચારીઓ એ રાપર શહેર ઉપરાંત રવ ઓપી. ફતેહગઢ ઓ. પી હેઠળ ના વિસ્તારોમાં પોલીસે કડક કાર્યવાહી કરવા માટે રાપર પોલીસ દ્વારા પગલાં લેતા ફફડાટ વ્યાપી ગયો છે.
આ અંગે રાપર પી. આઇ. એમ એમ જાડેજા એ વિગતો આપતાં જણાવ્યું હતું રાપર શહેર તેમજ રવ આઉટ પોસ્ટ. ફતેહગઢ આઉટ પોસ્ટ હેઠળ ના વિસ્તારોમાં કાળા રંગની બ્લેક ફિલ્મ લગાવી ફરતા વાહનની સામે પગલાં લેવા મા આવ્યા હતા અને જાહેરમાં બ્લેક ફિલ્મ પોલીસ દ્વારા કઢાવવા મા આવી હતી તો બીજી તરફ કોરોના અંગે ગફલત રાખતાં લોકો ને સ્થળ પર દંડ ફટકાર્યો હતો ઉપરાંત બેફામ બની ચલાવતા વાહન ચાલકો ને દંડ ફટકાર્યો હતો અને ચેતવણી આપી હતી
જેમાં ૪૨ લોકો ને માસ્ક અંગે ૪૨૦૦૦/= નોદંડ વાહન ડીટેઈન ૧૦ કલમ ૧૮૮ મુજબ ૧૧ લોકો સામે કેસ કરવામા આવ્યા તો કાળા કલર ની બ્લેક ફિલ્મ અંદાજ મુજબ ૪૦ જેટલા ફોર વ્હીલર ની કાઢવા મા આવી હતી
Post a Comment