રાપર તાલુકા મા ખાનગી કોમ્પ્યુટર શોપ પર જમીન અને સરકારી ડોક્યુમેન્ટ મળવા લાગ્યા
રાપર વાગડ વિસ્તારના રાપર તાલુકા મા તાલુકા ના મુખ્ય મથક રાપર તેમજ અન્ય ખાનગી સંસ્થા ની ઓફિસ અને રાપર શહેરમાં આઠેક જેટલા કોમ્પ્યુટર અને સ્ટેશનરી ના શોપ પર જે તે ગ્રામ પંચાયત અને તાલુકા અને જિલ્લા ના જમીન આધાર જેવા કે સાત બાર આઠ અ હકક પત્ર તેમજ અન્ય ની જમીન બીજા ના નામે ચડાવી આપવી તેમજ બોગસ ખેડૂત ખાતેદાર બનાવના આધાર ખુલ્લેઆમ મળવા લાગ્યા છે અને રાપર તાલુકામાં બોગસ ખેડૂત ખાતેદાર બનાવી રહ્યા છે રાપર તાલુકામાં અન્ય રાજ્યોમાં થી આવતા લોકો જમીન ખરીદી ના શકે તે અંગે નો કેન્દ્ર સરકાર નો હુકમ છે
છતાં રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાણા પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉતર પ્રદેશ મધ્ય પ્રદેશ બંગાળ સહિત ના રાજ્ય ના ખેડૂતો ખાતેદાર બની ગયા છે તો જે તે ખાનગી વ્યક્તિ ના સાત બાર આઠ અ સહિત ના જમીન ના આધાર માત્ર મામલતદાર કચેરીમાં જ નિકળી શકે અથવા જે તે ગ્રામ પંચાયત કચેરી મા થી નિકળી શકે જેમાં જે સરકારી કચેરી મા કે જે તે ગ્રામ પંચાયત મા દાખલા નિકળે તેના સિક્કો હોય છે તો આવા સિક્કા સાથે આવા ખાનગી દાખલા કાઢનાર સિક્કા મારી આપે છે આ અંગે મળતી વિગતો મુજબ રાપર તાલુકાની ગ્રામ પંચાયત ના કોમ્પ્યુટર ઓપરેટર અથવા જે તે તલાટી ને આવા દાખલા કાઢી આપવા માટે પાસવર્ડ આપવામાં આવે છે તે પાસ વર્ડ વડે આવા દાખલા નિકળી રહ્યા છે
જો આ અંગે જિલ્લા કલેકટર રાપર મામલતદાર અથવા રાપર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે તો કૌભાંડ બહાર આવે તેમ છે રાપર તાલુકામાં અગાઉ પણ બોગસ ખેડૂત ખાતેદાર અને ખોટી ખાનગી વ્યક્તિ ની જમીન અને આવક જાવક ના દાખલા કાઢી આપવા નું કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે જે તે વખતે તાલુકા પંચાયત કચેરી દ્વારા તમામ ગ્રામ પંચાયત ના પાસવર્ડ બદલાવ્યા હતા જો આ વખતે તપાસ હાથ ધરવામાં આવશે તો બોગસ ખેડૂત ખાતેદાર નું કૌભાંડ બહાર આવે તેમ છે અને આ કૌભાંડમાં સરકારી કર્મચારીઓ ની સંડોવણી બહાર આવે તો નવાઈ નહીં
Post a Comment