રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો



રાપર હાલ કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી ના બીજી લહેર વચ્ચે છેલ્લા આઠેક મહિના થી વાગડ વિસ્તારના લોકો ને આંખો ના રોગો સામે રક્ષણ મળે તે માટે પોતાની રીતે સારવાર લઈ રહ્યા હતા ત્યારે આજ ના સમય મા મોંઘવારી ના જમાના મા સામાન્ય લોકો ને ના પરવડે તે રીતે આંખો ની સારવાર અને ઓપરેશન થાય છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા  ૩૮  માસ દરમિયાન દર મહિને ૨૯ તારીખ ના રાપર ખાતે દરીયાસ્થાન મંદિર ના સહયોગ થી રાપર તાલુકાના લોકોને વિના મૂલ્યે સારવાર ઓપરેશન અને નિદાન થઈ જાય તે માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે



આજે યોજાયેલ કેમ્પ ના દાતા જલારામ ગૃપ રાપર ચંદુલાલ પરશોતમ રાજદે પરિવાર ના સહયોગ  અને દરીયાસ્થાન મંદિર લોહાણા સમાજ ના સહકાર થી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે ૨૭૦ થી વધુ લોકો ને ડો. જયેશ મહેતા. રવિ ભાઈ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ૭૦ લોકો ને મોતીયા વેલ ના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા જેમને આવવા જવા તેમજ રહેવા જમવા ની વ્યવસ્થા રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી આજે યોજાયેલ નિદાન કેમ્પ મા દરીયાસ્થાન મંદિર ના સંત ડો. ત્રિકાલદાસજી મહારાજ મેનેજીંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુઆણી ગોવિંદ ભાઈ ઠક્કર વેલજી ભાઈ લુહાર શૈલેષ ભીંડે ધનસુખ લુહાર વિશનજીભાઇ આદુઆણી ભરત રાજદે ડાયાલાલ ઠાકોર દિનેશ ચંદે ધનસુખ સાયતા સહિત રાપર દરીયાસ્થાન મંદિર.. જલારામ ગૃપ અને લોહાણા સમાજ ના ભાઈઓ એ વ્યવસ્થા સંભાળી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain