મહુવા આંબાવાડી માંથી ચોરી થયેલ ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર

મહુવા આંબાવાડી માંથી ચોરી થયેલ ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગરભાવનગર રેન્જના પોલીસ મહા નિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.


જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા શહેર વિસ્તાનરમાં અનડીટેકટ ગુન્હા ઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાનન સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, એક ઇસમ ચોરી કરેલ હોન્ડા શાઇન મોટર સાયકલ લઇને સાવર કુંડલા રોડ, નસીબ પાન વાળા ખાચામાં ઉભેલ છે. જે હકીકત આધારે પંચો સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા હકીકત વાળો ઇસમ હોન્ડા શાઇન મોટર સાયકલ સાથે જોવામાં આવતા મજકુર ઇસમ પાસે જઇ તેનુ નામ ઠામ પુછતા અશોકભાઇ તીખાભાઇ પરમાર ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે.


ભાદ્રોડ, મફતપરા, તા.મહુવા જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પોતાની પાસેની હોન્ડા કંપનીની શાઇન મોટર સાયકલના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે ફર્યુ ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનુ જણાવતા મજકુર ઇસમે પોતાની પાસેની હોન્ડા કંપનીની શાઇન મોટર સાયકલ ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા જે મોટર સાયકલ જોતા એક હોન્ડા કંપનીની લાલ પટ્ટા વાળી શાઇન મોટર સાયકલ જેની આગળ પાછળ નંબર પ્લેટમાં આર.ટી.ઓ. રજી. નં. GJ-04-CP-7468 લખેલ છે. જેના ચેસીસ નંબર જોતા –ME4JC651 AH 7497413 તથા એન્જીન નંબર-JC65E 70747603 ના છે. જેની કિ.રૂ.૩૫૦૦૦/- ગણી પંચનામા ની વિગતે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. મજકરુ ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે.મજકુર ઇસમ પાસેથી મળી આવેલ સ્પ્લેન્ડર મોટર સાયકલ બાબતે વિગતે પુછપરછ કરતા ગઇ તા.૦૮/૦૬/૨૦૨૧ ના રોજ સાંજના આંઠેક વાગ્યે મહુવા આંબાવાડીમાં એક મકાન આગળ એક હોન્ડા કંપનીની શાઇન મોટર સાયકલ હેન્ડલ લોક મારીને પડેલ હતુ. જે મોટર સાયકલનો હેન્ડલ લોક તોડીને ચોરી કરીને લઇ લીધેલનુ જણાવેલ છે. મજકુર આરોપી ને મહુવા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે  સોપી આપેલ છે.


આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી એ.પી.જાડેજાની સુચના અને માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. એન.વી.બારૈયા તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા


અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain