ડભોઇ ભાજપા યુવા મોરચા દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતમાં ' સેવા હી સંગઠન' કાર્યક્રમ

ડભોઇ ભાજપા યુવા મોરચા દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતમાં ' સેવા હી સંગઠન' કાર્યક્રમ


" વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળને સાત વર્ષ પૂર્ણ થતાં 'રકત દાન શિબિરનુ આયોજન

           

 

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદીના સાહશનકાળને સાત વર્ષ પૂર્ણ થયા.આ સમયગાળામાં વિકાસ, પ્રગતિ અને પરિવર્તનના ઘણા બધા શિખરો સર કર્યા છે .પરંતુ છેલ્લા સવા વર્ષથી આ કોરોના વાઇરસની મહામારીમાં જે તકલીફો ઊભી થઈ છે તેવી તખલીફો ભવિષ્યમાં ઊભી ન થાય તે માટે ભારતીય જનતા પક્ષ દ્વારા એક સપ્તાહ માટે'  સેવા હી સંગઠન' ના નામે વિવિધ કાર્યક્રમો યોજવા ના હેતુથી ડભોઇ વિધાનસભાના મતવિસ્તારમાં એટલે કે ડભોઇ નગર અને કાયાવરોહણ ખાતે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેટ નો કેમ્પ સંપન્ન કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. 

       


ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ' સેવા હી સંગઠન'ના નામે વિવિધ કાર્યક્રમો જેવા કે અનાજની કીટનું વિતરણ, સેનેટાઈઝરનુ વિતરણ, માસ્કનું વિતરણ જેવા અલગ અલગ કાર્યક્રમો આજરોજ વડોદરા જિલ્લામાં લગભગ ૧૦ જેટલી જગ્યાએ યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ભાજપા  યુવા મોરચાના પ્રમુખ વિશાલ શાહ તેમજ યુવા મોરચાની ટીમના સભ્યો દ્વારા ડભોઇ નગરમાં ઝારોલા વાડી ખાતે સવારના ૯:૦૦ કલાકથી બપોરના ૧:૦૦ કલાક સુધી ઈન્દુ બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઇ નગર ખાતે થી ૪૦ અને કાયાવરોહણ ખાતે ૨૫ જેટલા યુનીટો એકઠા થયા હતા. આમ આ કાયૅકમમાં ડભોઇ નગર અને તાલુકાના યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા.

           

આ કાર્યક્રમ ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ભાજપા યુવા મોરચા દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો .જેમાં ભારતીય જનતા પક્ષના પ્રદેશ મંત્રી(જીલ્લા પ્રભારી) શ્રીમતી જાનવી બેન વ્યાસ, વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકીલ), જિલ્લા યુવા મોરચાના પ્રમુખ દર્શિતભાઈ, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી કૌશલભાઇ દવે, ભારતીય જનતા પાર્ટી ડભોઇ શહેર પ્રમુખ ડૉ. સંદિપભાઈ શાહ, મહામંત્રી ડો. બી.જે. બ્રહ્મભટ્ટ નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ શાહ, ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણી,સશીકાંતભાઈ પટેલ, નગરપાલિકાના સભ્ય બીરેન શાહ ,ડભોઇ નગરપાલિકાના સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભાજપા યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain