મધ્ય ગુજરાત વીજકંપની દ્વારા ડભોઇ નગરમાં પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરાઈ

ચોમાસાની ઋતુ દરમ્યાન નગરમાં વીજપુરવઠો ખોરવાઈ નહીં તેને ધ્યાને લઇ


"મધ્ય ગુજરાત વીજકંપની દ્વારા ડભોઇ નગરમાં પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરાઈ"ડભોઇ નગરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાલમાં વડોદરી ભાગોળ થી ડેપો જવાના માર્ગ પર મુખ્ય વીજ લાઈન ની બાજુમાં આવેલ વૃક્ષોની ડાળીઓ વીજ લાઈનને અડી જાય તેમ હોય તેને કાપવા માટે એમજીવીસીએલના માણસો જરૂરી સાધનો લઈ વૃક્ષની ડાળીઓને કાપવાની કામગીરી હાલમાં કરી રહેલ છે જેથી ચોમાસુ આવતા જ આ વીજ લાઇન પર ઝાડની ડાળીઓ ના પડે અને નુકસાન ના થાય તેમજ કલાકો સુધી લાઈટો બંધ ના થાય તે માટે હાલમાં કામગીરી હાથ ધરવામાં આવેલ છે ગૌરવ પથ ઉપર પણ આ કામગીરી એમ.જી.વી.સી.એલ દ્વારા ગત રોજ કરવામાં આવી હતી

     

ચોમાસાની ઋતુની ઘડીઓ ગણાવા લાગી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧૫ થી ૨૦ જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થશે ગણતરીના દિવસો રહ્યા હોવાથી પ્રિમોન્સુન કામગીરી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલ છે ડભોઇ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જરૂર છે ત્યાં આ પ્રિમોન્સુન કામગીરી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં શરૂ કરવામાં આવેલ છે ડભોઇ નગરમાં મુખ્ય વીજ લાઈનની બાજુમાં જ મોટા વૃક્ષો છે કેટલીક જગ્યાએ આ વૃક્ષોની ડાળીઓ વધી જવાથી તે વીજ લાઈને અડી  જાય તેમ હોય તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.


ડભોઇ થી કરણેટ મધ્ય ગુજરાત વીજ કંપનીની લાઈન નગરપાલિકાના વોટર વર્કસને આપવામાં આવી હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી સિતપુર  નવું એમ.જી.વી.સી.એલ દ્વારા સબ સ્ટેશન બનાવતા હવે નગરપાલિકા વોટરવર્કસ માં  મુખ્ય વીજ લાઈન અહીંયાથી આપવામાં આવેલ છે આ મુખ્ય વીજળીની લાઈન ની બાજુમાંથી પસાર થતા વૃક્ષોની ડાળીઓ તેની પર આવી જતા તે કાપવાની કામગીરી એમ.જી.વી.સી.એલ દ્વારા છેલ્લા ચાર દિવસથી ચાલતી હતી તે પૂર્ણ થયેલ છે.


જેથીથી હવે નગરપાલિકાના વોટર  વર્કસની લાઈન પર ચોમાસામાં વૃક્ષ ની મોટી ડાળીઓ નહિ પડતા લાઈટો જશે નહિ જેથી ડભોઇ નગરને પીવાના પાણીની તકલીફ પડશે નહીં. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિમોન્સૂન ની કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહેલ છે જે ચોમાસુ આવતા પહેલા પૂરી કરી દેવામાં આવશે એમ એમ.જી.વી.સી.એલના અધિકારી દ્વારા જણાવેલ છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain