"ડભોઇ નગર ભાજપાના કાયૅકરો દ્વારા ઝારોલાનીવાડી - રંગ ઉપવન ખાતે સાદગીપૂવૅક ઉજવણી"

૨૧મી જૂન વિશ્વ યોગ દિને


"ડભોઇ નગર ભાજપાના કાયૅકરો દ્વારા ઝારોલાનીવાડી - રંગ ઉપવન ખાતે સાદગીપૂવૅક ઉજવણી" 

        


ભારતના  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી ૨૧મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આજ કારણે પ્રધાનમંત્રી મોદીએ ૨૧મી જૂનને વિશ્વયોગ દિવસ તરીકે મનાવવા માટે સૂચન કર્યું.ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગનાદેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ ૨૦૧૫ થી ૨૧મી જૂન એ 'વિશ્વ યોગ દિવસ 'તરીકે મનાવવાનું નક્કી થયું છે.

          


આજરોજ ડભોઈ નગર  ભાજપા દ્વારા ઝારોલાની વાડી તેમજ રંગ ઉપવન ખાતે ૨૧ જુન' વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા માટે ડભોઇ નગરના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ યોગને અનુકૂળ  કપડાં પહેરીને પોતાને યોગ કરવામાં સરળતા રહે તે માટે મેટ ( શેતરંજી) પોતાના ઘરેથી લઈ આવીને સૌ ભેગા મળી યોગા કરી, વિવિધ આસનો કરી આ વિશ્વ યોગ દિનની ઉજવણી સાદગીપૂર્વક રીતે કરી હતી. આ 'વિશ્વ યોગ દિનના દિવસે યોગા કરી દરેક લોકો સુધી યોગનું મહત્વ અને તેનાથી થતા ફાયદાનો સંદેશો પહોંચાડયો હતો.દરેક વ્યક્તિએ વહેલી સવારે અચૂક યોગા કરવા જોઈએ જેનાથી આપનું સ્વાસ્થ્ય ખૂબ જ તંદુરસ્ત રહે છે.

               

યોગ શા માટે કરવા જોઈએ ?  કારણકે યોગના અદભુત અને કુદરતી ફાયદાઓને વૈશ્વિકસ્તરે લોકો સુધી પહોંચાડવા, લોકોને પ્રકૃતિ સાથે જોડવા માટે, દુનિયામાં થઈ રહેલા નવા નવા રોગોને ઘટાડવા , વૃદ્ધિ, વિકાસ અને શાંતિ વધારવા લોકોને તણાવ મુક્ત બનાવ, લોકોમાં વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા માટે ,લોકોમાં આ બાબતે જાગૃતતા ફેલાવવા કે યોગ દ્વારા ઘણી બધી બિમારીઓમાંથી છૂટકારો મળી શકે છે. અને યોગનો વધુ ને વધુ પ્રચાર થાય તે માટે .

          

આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી ડો .બી.જે બ્રહ્મભટ્ટ, ભાજપા પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ , ડભોઇ શહેર ભાજપા પ્રમુખ ડૉ. સંદિપભાઈ શાહ,  ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણી તેમજ  ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ડભોઈ નગરના ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain