ખંભાળીયામાં સોનલ ધામ ખાતે નિશુલ્ક શરૂ કરવામાં આવેલ સોનલ કોવિડ સેન્ટરનું કાર્ય સમાપન
ડોક્ટર્સ તેમજ સાથે જોડાયેલ ટિમ અને ભગીરથ કાર્યમાં સેવા આપનારને સિલ્ડ આપી બિરદાવામાં આવ્યા
કોરોનાની વૈશ્વિક મહામારીએ ચારે બાજુ હાહાકાર મચાવ્યો હતો. તેમાં ખાસ કરીને એકાદ માસ પહેલા કોરોનાની બીજી લહેરએ અનેક લોકોને ઝપટે લીધા હતા. અને આ લહેર દ્વારકા જિલ્લામાં પણ હાહાકાર મચાવ્યો હતો. લોકોમાં ભય સાથે ચિંતાનો માહોલ સર્જાયો હતો. શહેર સાથે ગ્રામ્ય પંથકમાં કોરોનાના દિનપ્રતિદિન કેસોમાં વધારો થતાં ખંભાળીયા સહિત દ્વારકા પંથકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના બેડ ફૂલ થઈ ગયા હતા. સારવાર માટે દર્દીઓને વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે આવી કપરી પરિસ્થિતિમા અનેક સેવાભાવીઓ આગળ આવ્યા હતા.
આ સમય દરમિયાન શ્રી સોનલમાં એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ચારણ કુમાર છાત્રાલય ખાતે ચારણ-ગઢવી સમાજના લોકો માટે કોરોના દર્દીઓ માટે ચારણ ગઢવી સમાજના સહયોગથી નિઃશુલ્ક સારવાર અને રહેવા જમવા સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. અને આવા કપરા સમયમાં આ સેવા કાર્યમાં અનેક લોકોએ લાભ લીધો હતો પરંતુ હાલ કોરોના કેસોમાં થોડા દિવસથી ઘટાડો જોવા મળતા અને અફળા તફરીની પરિસ્થિતિ થાળે પળતા આ સેવા કાર્યને સમાપન કરવામાં આવ્યું હતું. અને સેવા કાર્યમાં સતત ખડે પગે રહી સેવા આપનાર ડોક્ટર્સ અને તેમની ટીમને ગઢવી સમાજના અગ્રણીઓ દ્વારા સિલ્ડ અપર્ણ કરી બિરદાવામાં આવ્યા હતા. આ સેવા કાર્યને ગઢવી સમાજના અગ્રણીઓ સેવાકાર્યમાં જોડાયેલા તમામ સેવાભાવીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
Post a Comment