રાપર તાલુકા મા આજ થી વેકશીન પર્વ ની ઉજવણી

રાપર તાલુકા મા આજ થી વેકશીન પર્વ ની ઉજવણી



આજ થી સમગ્ર રાજ્યમાં કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી સામે રક્ષણ આપવા માટે કોવિડ વેકશીન આપવા માટે નો કાર્યક્રમ આજ થી દસ દિવસ સુધી શરુ કરવામાં આવ્યો છે જે અંતર્ગત માહિતી આપતાં અર્બન હેલ્થ સેન્ટર ના ડો પૌલ ના જણાવ્યા મુજબ આજ થી કોવિડ મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં રાપર તાલુકા મા અર્બન હેલ્થ સેન્ટર તેમજ રાપર અને પલાંસવા સીએચસી તથા નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પાંસઠ સબ સેન્ટર ખાતે વેકશીન આપવા નો આરંભ થયો છે જેમાં અઢાર વર્ષ ની ઉપર ના લોકો ને સ્થળ પર વેકશીન આપવા મા આાવશે અને રજિસ્ટ્રેશન પણ સ્થળ પર થઈ જશે અગાઉ રાપર તાલુકા મા દોઢ સો થી બસો લોકો દરરોજ વેકશીન લેવા માટે આવતા હતા અત્યારે ત્રણ સો થી વધુ લોકો વેકશીન લેવા માટે આવી રહ્યા છે 



વેકશીન આપવા માટે ની કામગીરી મા કંચન બેન સુવારીયા રામજી ભાઈ પરમાર. વેણુબેન વડવાઈ ખુશ્બુ પ્લાસ રાહુલ મસુરીયા કિશન મકવાણા પ્રકાશ ચૌહાણ પુનમ ગવળી રીના ચુડાસમા સહિત નો સ્ટાફ કામગીરી કરી રહયો છે આજે કોવિડ વેકશીન મહા અભિયાન કાર્યક્રમ મા રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એમ. જાડેજા શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની ભિખુભા સોઢા વાલજી પટેલ લાલજી કારોત્રા. મેહુલ જોશી નિલેશ માલી  કાનજી આહિર રામજી પિરાણા સહિત ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ થી શરૂ કરવામાં આવેલા વેકશીન મહા અભિયાન આગામી ત્રીસ તારીખ સુધી ચાલશે અને વેકશીન મહા પર્વ ની ઉજવણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

0/Post a Comment/Comments

Stay Conneted

Domain