ડભોઇ રેલ્વે પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

ડભોઇ રેલ્વે પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયોડભોઇ રેલ્વે પોલીસે પ્રોહીબિસનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. ડભોઇ રેલ્વે નવાપુરા માં રહેતા અજય નરેન્દ્ર રાજપૂત છેલ્લા કેટલાય સમયથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો ગેરકાયદેસર વેપલો કરી રહ્યો હતો. જેની બાતમી ડભોઇ પોલીસને મળતા ડભોઇ પોલીસે અજય નરેન્દ્ર રાજપુત રહે. રેલ્વે નવાપુરા મહુડી ભાગોળ ડભોઇ જેના ઉપર વોચ રાખી  અજય નરેન્દ્ર રાજપૂત નંબર વગર ની એક્ટિવા સાથે જતા પોલીસના જવાનોએ તેની અટક કરતા આરોપી એક્ટિવા મૂકી સ્થળ ઉપર થી ફરાર થઈ ગયો હતો. 


પરંતુ એકિટવાની  ડીકી ચેક કરતા ડીકી માંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની ત્રણ બોટલો મળી આવી હતી.જેથી આરોપી ગાડી મૂકીને ભાગી છુટેલ અને આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.જેથી રેલ્વે  પોલીસના ઉચ્ચ અધિકારીના આદેશ થી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા સૂચના આપી હતી. જેના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વી.વ્યાસનાઓના માર્ગદર્શન હેઠળ ગતરોજ ડભોઇ રેલ્વે પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ગોપાલદાસ ભગવાનદાસ, પો.કો આકાશકુમાર મુકેશભાઈ, તથા લોકરક્ષક હસમુખ છત્રસિંહનાઓ સાથે રહી વોન્ટેડ નાસતા ફરતા આરોપીને શોધવા પેટ્રોલિંગમાં હતા. 


જે દરમ્યાન પો.કો આકાશકુમાર મુકેશભાઈને  અંગત બાતમી મળી હતી જેના આધારે પ્રોહિબિશન એકટના  વોન્ટેડ આરોપી નરેન્દ્ર સિંહ રાજપૂત રહે નવાપુરા મહુડી    ભાગોળ, રેલ્વે ફાટક પાસેનાને ગતરોજ ઝડપી પાડી  આગળની વધુ કાર્યવાહી માટે ડભોઇ ટાઉન પોલીસને સુપ્રત કરવામાં આવેલ છે અને આગળની  કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain