હળવદની મોરબી ચોકડી પાસે માં બેવરેજીસ મિનરલ વોટર કારખાનાની ઓફીસમાં ધમધમતા હાઇપ્રોફાઇલ જુગાર પર એલસીબી ત્રાટકી ૩.૩૩ લાખના મુદામાલ સાથે ૧૦ બાજીગરો ઝડપાયા

તારીખ -૯ જુન ૨૧ 


હળવદની મોરબી ચોકડી પાસે માં બેવરેજીસ મિનરલ વોટર કારખાનાની ઓફીસમાં ધમધમતા હાઇપ્રોફાઇલ જુગાર પર એલસીબી ત્રાટકી ૩.૩૩ લાખના મુદામાલ સાથે ૧૦ બાજીગરો ઝડપાયા



મોરબી એલસીબી ટીમે હાઇપ્રોફાઇલ જુગાર પર દરોડો પાડી ૧૦ પતાપ્રેમીઓને રોકડરકમ મોબાઈલ વાહન અને દારૂની ૧૪ બોટલો સાથે ઝડપી એલસીબીનો સપાટો



મોરબી જિલ્લાના હળવદ ટાઉનમાં મીનરલ વોટરના કારખાનાની ઓફીસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે રેડ કરી જુગાર રમતા ૧૦ પતાપ્રેમીઓને રોકડરકમ સાથે ઝડપી તમામ આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે મોરબી એલસીબી તથા પેરોલ ફલો સ્કવોડ ટીમને જુગાર-દારૂની હેરાફેરી તથા વેચાણ પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સુચના મળેલ હોય જેથી તેઓ કામગીરી માટે પ્રયત્નશિલ હતા તે દરમ્યાન એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ બાતમી મળેલ કે હળવદ મોરબી ચોકડી પાસે આવેલ ભારત પેટ્રોલપંપની પાછળ આવેલ માં બેવરેજીસ નામના મિનરલ વોટરના કારખાનાની ઓફીસમાં આરોપી અશ્વીનભાઇ ઇશ્વરભાઇ દલવાડી રહે. હળવદ વાળો બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડે છે જે બાતમીના આધારે એલસીબીએ રેઇડ કરી આરોપી અશ્વીનભાઇ ઇશ્વરભાઇ કણજરીયા રહે.હળવદ જગદીશભાઇ અવચરભાઇ ઓડીયા રહે.હળવદ દેવજીભાઇ કેશવજીભાઇ અઘારા રહે.



ઇશ્વરનગર તા.હળવદ હિતેષભાઇ ગણેશભાઇ પારેજીયા રહે.હળવદ દેવજીભાઇ કાળુભાઇ ગોરીયા રહે.જુના દેવળીયા તા.હળવદ યશવંતભાઇ કાનજીભાઇ પારેજીયા રહે.હળવદ પ્રવિણભાઇ ધનજીભાઇ પ્રજાપતિ રહે.હળવદ બળદેવભાઇ ભીખાભાઇ કણજરીયા રહે.હળવદ યોગેશભાઇ વાલજીભાઇ સોનાગ્રા રહે.ચરાડવા તા.હળવદ અને ચંદુલાલ ધરમશીભાઇ પંચાસરા રહે.હળવદ વાળાને રોકડા રૂપીયા રૂ.૨,૦૧,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ.૧૦ રૂ.૩૨૦૦૦ તથા મોટરસાઈકલા નંગ ૫ રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૩૩,૦૦૦ના મુદામાલ સાથે ૧૦ આરોપીઓને જુગારધારા હેઠળ ગુન્હો નોંધી વધુમાં કારખાના માલીક અશ્વીનભાઇ ઇશ્વરભાઇ કણજરીયા રહે.હળવદ વાળાને સાથે રાખી કારખાનામાં વધુ તપાસ કરતા ઇગ્લીંશ દારૂની ૧૪  બોટલ મળી આવતા જેની કિંમત રૂ.૪૨૦૦ સાથે તેના વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મોરબી જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ : રજાક બુખારી મોરબી - ઘનશ્યામ ઠાકોર


0/Post a Comment/Comments

Stay Conneted

Domain