રાપર શહેરમાં વિતરણ કરવા નું ચાર લાખનું સેનેટાઈઝર ને પગ આવ્યા?

રાપર શહેરમાં વિતરણ કરવા નું ચાર લાખનું સેનેટાઈઝર ને પગ આવ્યા?



રાપર શહેર મા ભારતીય જનતા પાર્ટી ની સરકાર ને સાત વર્ષ પૂર્ણ થતાં માજી ધારાસભ્ય પંકજ મહેતા એ પોતાના ટ્રસ્ટ મારફતે રાપર શહેરના સાત વોર્ડ મા પરિવાર દીઠ રુ. ૨૯૯/= ની એક બોટલ એવી બે હજાર બોટલ વિતરણ કરવા માટે રાપર નગરપાલિકા ના એક જવાબદાર હોદ્દેદારના પતિ ને આપી હતી જ્યારે ભાજપ સરકાર ના સાત વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે રાપર શહેર ના સાત વોર્ડ ના ભાજપ ના તમામ સદસ્યો ને સભ્ય દિઠ ૨૫  બોટલ આપવા મા આવી હતી અને પચાસ બોટલ શહેર ની મુખ્ય બજારમાં એટલે કે કુલ ચારસો જેટલી બોટલ વિતરણ કરવામાં આવી હતી.


ઉપરાંત થોડી ધણી બોટલ અન્ય પદાધિકારીઓ વિતરણ માટે લઈ ગયા હતા તો ભાજપના સદસ્યો અને પદાધિકારીઓ મા થતી ચર્ચા મુજબ ચૌદસો થી પંદર સો જેટલી બોટલ કે જે અંદાજે ચાર લાખ જેટલી થાય છે તે બોટલો એક દોઢ નેતાએ પગ કરાવી ગઈ છે રાપર શહેરમાં લોકો ને પરિવાર દીઠ એક બોટલ સારી કંપની નું પાંચ લાખ થી વધુ કિંમત નું સેનેટાઈઝર માજી ધારાસભ્ય પંકજ મહેતા એ વિતરણ કરવા માટે આ મહિલા પદાધિકારી ના પતિ ને જવાબદારી આપી હતી.


જેમાં આ મહાશય સેનેટાઈઝર વિતરણ સમયે પણ પોતાના તરફ થી આપવામાં આવ્યું એવો પ્રચાર માધ્યમો સમક્ષ કર્યો હતો આ ચૌદશો જેટલી સેનેટાઈઝર ની બોટલ રાપર શહેર મા શહેર ના પરિવાર જનો ને આપવા ની જગ્યાએ આ પોતાના મળતીયા બે ત્રણ સદસ્યો દ્વારા રાપર મા લગ્ન પ્રસંગે આવેલા મુંબઈગરા ને સેનેટાઈઝર ની બોટલ ની લ્હાણી કરી હતી આમ માજી ધારાસભ્ય દ્વારા રાપર શહેર મા વસતા બે હજાર પરિવારો ને સારી ક્વોલિટી નું સેનેટાઈઝર આપવા ની જગ્યાએ મુંબઈગરા ને વિતરણ કરવામાં આવતા રાપર શહેર મા લોકો મા અને નગરપાલિકાના સદસ્યો તેમજ ભાજપ ના નેતાઓ મા ચર્ચા નો વિષય ઉદભવયો છે આમ શહેરીજનો ને આંબા આમલી બતાવનાર રાપર ના આ કહેવાતા નેતાઓ ના લીધે ભાજપ ના નેતાઓ ને નિંચાજોણુ થયું છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain