ઉધોગોએ ગ્રામ પંચાયતો ને પંચાયત ધારા પ્રમાણે વેરા ભરવા ફરજિયાત હોવા છતાં કચ્છ ના ઘણા ઉધોગો ના વેરા ભરવા ગલા તલા

ઉધોગોએ ગ્રામ પંચાયતો ને પંચાયત ધારા પ્રમાણે વેરા ભરવા ફરજિયાત હોવા છતાં કચ્છ ના ઘણા ઉધોગો ના વેરા ભરવા ગલા તલા



મુંદરા ના જાગૃત નાગરિક સંજય બાપટ દ્વારા 2019 માં ગ્રામપંચાયતો દ્વારા કંપનીઓ પાસે થિ વસુલાતા મિલકત વેરા જેવા નીકળતા લાખો કરોડો ના વેરા ની માહિતી માંગેલી જેમાં ચોંકાવનારી માહિતી મળી હતી કે વરસો થી આકારણી પણ થયેલી નથી



જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને કંપનીઓ પાસે થિ વેરા વસૂલવા માટે ની ફરિયાદ અરજી સંજય બાપટ દ્વારા કરાયેલી જેમાંથી મુંદરા તાલુકા ના સમાઘોઘા ની જીંદલ પાસે થી નીકળતા વેરા ની આકારણી કરી વેરા વસુલ કરવા માં આવેલ પણ તલતીશ્રી એ ઠરાવ કરી 12 રૂપિયા વસુલવાનું લખી પાછળ થી સેટીંગ કરી લઈ 3 રૂપિયા વસુલેલા હોવાનું પણ તે સમય ના tdo દ્વારા લેખિત જીલ્લા વિકાસ અધિકારી ને જણાવેલ અને તલાટી પર કાયદેસર કાર્યવાહી કરવાનું પણ લેખિત માં આપેલ છતાં કોઈ કાર્યવાહી થયેલ નહિ 


આજ રીતે ટૂંડા પાસે આવેલી કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ કંપની પાસે થી પણ વેરા વસુલાત બાકી હોવાની જાણકારી અરજી મારફતે  સંજય બાપટે કરેલી છે જે વિસ્તારમાં કંપનીઓ આવેલી છે તેવી ગ્રામપંચાતો જો આ વેરા ની વસુલાત કરી આ રૂપિયા માંથી ગામ નો વિકાસ કરે તો મોટા ભાગ ના ગામો  સ્માર્ટ ગામ બની શકે તેમ છે માટે ઉધોગો પાસે નીકળતા મિલકત વેરા ની આકારણી કરી તાત્કાલિક વસુલાત કરવા માટે જીલ્લા વિકાસ અધિકારી શ્રી કચ્છ નાઓ ને સંજય બાપટ દ્વારા જણાવ્યું હતું

0/Post a Comment/Comments

Stay Conneted

Domain