રાપર શહેર ભાજપ દ્વારા સેનેટાઈઝર વિતરણ કરવામાં આવ્યું

રાપર શહેર ભાજપ દ્વારા સેનેટાઈઝર વિતરણ કરવામાં આવ્યું



આજે એનડીએ સરકાર અને ભાજપની કેન્દ્રીય સરકાર મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના શાસન ના સાત વર્ષ થયા તે નિમિત્તે આજે રાપર શહેર ભાજપ દ્વારા શહેરના તમામ સાત વોર્ડ મા સેનેટાઈઝર વિતરણ કરવામાં આવ્યું હતું શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની શહેર ભાજપ ના તમામ વોર્ડના ઈન્ચાર્જ હઠુભા સોઢા મહામંત્રી મેહુલ જોશી લાલજીભાઈ કારોત્રા કેશુભા વાધેલા ભીખુભા સોઢા નિલેશ માલી રામજી ભાઈ પિરાણા મેમાભાઈ ચૌહાણ જસવંતી બેન મહેતા વિગેરે એ રાપર શહેર ના તમામ સાત વોર્ડ મા સેનેટાઈઝર વિતરણ કર્યું હતું ઉપરાંત મુખ્ય બજારમાં શાકભાજી માર્કેટ તેમજ તમામ સાર્વજનિક વિસ્તારમાં સેનેટાઈઝર વિતરણ કરવામાં આવ્યું હતું



સેનેટાઈઝર માજી ધારાસભ્ય પંકજ મહેતા દ્વારા વિતરણ કરવા માટે આપવા મા આવ્યું હતું કોરોના કાળમાં ભાજપ સરકાર ના સાત વર્ષ થયા તે નિમિત્તે કોરોના ને કાબુ મા લેવા માટે પદાધિકારીઓ એ કમરકસી છે અને લોકો ને કોરોના વધુ ના ફેલાય તે માટે સાવધાની રાખવા માટે સમજણ આપવામાં આવી રહી છે



0/Post a Comment/Comments

Stay Conneted

Domain