દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શાસિત ભાજપ સરકારને સાત વર્ષ પૂર્ણ થતાં હોઈ સલાયામાં રવિવારે અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવશે.
કેન્દ્ર સરકારમાં માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના સુશાસનને સાત વર્ષ પૂર્ણ થતાં હોય રવિવારના રોજ જામ સલાયાના શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવાની આગેવાનીમાં અનેક સેવાકીય પ્રવુતિઓ કરવામાં આવશે. જેમાં માસ્ક વિતરણ, સેનેતાઈઝર નું વિતરણ, સ્લમ વિસ્તારમાં ચોકલેટ તેમજ મીઠાઈનું વિતરણ, વૃક્ષારોપણ તથા સફાઈ તેમજ સ્વચ્છતા અભિયાન માટે જાગૃતીના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવશે.
ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રજાલક્ષી કાર્યોની જાણકારી આમ જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમ માં ભાજપ પરિવારના સભ્યો તેમજ વરિષ્ઠ નાગરિકોને સાથે રાખી અને સૌ નો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવામાં આવશે રવિવારના આં કાર્યક્રમોની અત્યારથીજ પુર જોશમાં તૈયારીઓ લાલજીભાઈ ભૂવા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે દ્રારકા ગુજરાત જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - દેશુર ધમા દ્રારકા
Post a Comment