માણસા નજીક થી ૩૦લાખ ની નકલી ચલણી નોટો સાથે એક આરોપીને ઝડપી પાડતી પોલીસ

માણસા નજીક થી ૩૦લાખ ની નકલી ચલણી નોટો સાથે એક આરોપીને ઝડપી પાડતી પોલીસ



માણસા તાલુકાના ગ્રામ ભારતી ચોકડી પાસેથી પોલીસે ૩૦,૦૦,૦૦૦ની ડુપ્લિકેટ નોટો સાથે એકની ઝડપી પાડ્યો માણસા તાલુકાના ખડાત,  માણસા જી ગોઘીનગર પાસેથી રુપિયા ૩૦,૦૦,૦૦૦ લાખની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી  હતી.



માણસા પોલીસે ગ્રામ ભારતી ચોકડી પાસે વાહન ચેકિંગ દરમ્યાન ગાંધીનગરથી બાઇક લઇને આવતા એક શખ્સને અટકાવી તપાસ હાથ ધરી હતી. જેમાં બાઇક પર લટકાવેલ થેલાની તપાસ કરતાં તેમાંથી બે હજાર, ૫૦૦ અને ૧૦૦ રુપિયાની નોટો મળી આવી હતી. પોલીસે બાઇક ચાલકને પૂછતાછ કરતા તેણે કોઇ સંતોષકારક જવાન આપ્યો ન હોતો. પોલીસે સંતોષકુમાર કચરાભાઇ રાવળ (રહે.ગાંધીનગર) મૂળ રહે ખડાત,તા.માણસા,જી-ગાંધીનગર પાસેથી રુપિયા ૩૦,૦૦,૦૦૦ લાખની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી હતી. પોલીસે ડુપ્લિકેટ નોટો ક્યાંથી લાવ્યો અને કોને આપવાની હતી તેની સંતોષકુમારની ઊંડાણ પૂર્વક પૂછપરછ હાથ ધરી હતી.


કેમેરામેન અરવિંદસિંહ ચાવડા વિજાપુર

રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ


0/Post a Comment/Comments

Stay Conneted

Domain