ડભોઇમાંથી ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબોને ઝડપી પાડતી એસ.ઓ.જીની ટીમ

 લોકોના જીવનને જોખમમાં મુકતા બોગસ ડોક્ટરો


" ડભોઇમાંથી ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબોને ઝડપી પાડતી એસ.ઓ.જીની ટીમ" 



પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી  ગાંધીનગર, પોલીસ મહાનિરીક્ષક વડોદરા, પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યનાઓએ વડોદરા જિલ્લામાં  મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપેલ તેના આધારે એ. એ. દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી તથા એ.કે .રાઉલજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી એ પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી જરૂરી  કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ચોક્કસ માહિતીના આધારે ડભોઇ ટાઉનમાં ડિગ્રી વગરના ડોક્ટર.એસ.એસ.સાહેબ તથા ડોક્ટર એસ.એસ. વિશ્વાસનાઓના  દવાખાના ઉપર તપાસ હાથ ધરતા સદર બંને ઈસમો મેડિકલની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા. 

         


સદર બાબતમાં પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખીને બંને બોગસ તબીબોના‌ દવાખાનામાં રેડ પાડી હતી અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સદર  બોગસ તબીબો પાસે ડિગ્રી કે મેડિકલ કાઉન્સિલ પ્રેક્ટિસનું સર્ટીફીકેટ નહીં હોવાનું બહાર આવ્યું હતું.

               

બોગસ તબીબ સુભાનસાહેબ મસ્તાનસાહેબ શેખ. મૂળ રહે.પોટ્ટીપાડુ,તા.ગન્નાવરમ,જી. કિષ્ણા વીજયાવાડા, આંધ્ર પ્રદેશનાઓએ માત્ર ધોરણ ૧૦ સુધીનો જ અભ્યાસ કરેલ છે અને તે છેલ્લા દસ વર્ષથી દવાખાનું ચલાવતો હતો. પોલીસે સદર ઇસમના ડભોઈ નગરમાં હીરાજી ના ટેકરા પાસે, તાઈ વાગ્યામાં,  "મસા નું દવાખાના " નામે  ક્લિનિક ચલાવતો હતા. જ્યાંથી તે ઈસમ ગળામાં સ્ટેટોસ્કોપ લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેના દવાખાના માંથી અલગ-અલગ દવાઓ અને સ્ટેટોસ્કોપ મળી કુલ રૂપિયા ૪,૬૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

          

જ્યારે બીજા કિસ્સામાં ડભોઇના બોગસ તબીબ શંકર હર્ષિત વિશ્વાસના કલીનીક ઉપર એસ.ઓ.જી પોલીસે રેડ પાડી હતી .સદર બોગસ તબિયત પણ નગરપાલિકા શોપિંગ સેન્ટર ડભોઇ ખાતે"  જય અંબે ક્લિનિક " ના નામે પ્રેક્ટિસ કરતો હતો. તેના બોર્ડ ઉપર ડોક્ટર એસ એસ વિશ્વાસ (બી.એ.એમ.એસ) લખેલ હતું .તપાસ કરતા  તેઓ પાસેથી પણ મેડિકલ ડિગ્રી કે મેડિકલ કાઉન્સિલ પ્રેક્ટિસ નું સર્ટિફિકેટ નહીં હોવાનું બહાર આવ્યું હતું  તેઓ મૂળરહે પાથોડીયા,તા નોથૅ દુગાડી જી.પરગણા,વેસ્ટબંગલા, કલકત્તા છે અને તેને માત્ર ધોરણ ૧૨ સુધીનો જ અભ્યાસ કર્યો હતો અને તે છેલ્લા ૧૫ વર્ષથી દવાખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન પોલીસને  એ વ્યક્તિ પણ ગળામાં સ્ટેટોસ્કોપ લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો.તેના ક્લિનિક માંથી પણ  અલગ અલગ દવાઓ અને સ્ટેટોસ્કોપ મળી રૂપિયા ૮,૬૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

           

તેથી સદર બંને બોગસ તબીબો વિરુદ્ધ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ રજીસ્ટર કરી ઇ.પી.કો કલમ ૩૩૬, ૪૧૯, ૪૬૫ તથા ભારતીય મેડિકલ કાઉન્સિલ ૧૯૫૬ ની કલમ ૧૫ તથા ઘી ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એકટ ૧૯૬૩ની કલમ ૩૦, ૩૫ મુજબનો ગુનો નોંધી  વધુ કાયદેસરની  કડક તપાસ અને કાનુની કાર્યવાહી હાથ ધરી છે .

              

આમ એસ.ઓ.જી વડોદરા ગ્રામ્ય દ્વારા અસરકારક પરિણામલક્ષી કાર્યવાહી કરી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી દર્દીઓના જીવને જોખમમાં મુકતા બંને બોગસ ડોકટરોને ઝડપી પાડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain