ભચાઉ તાલુકાના જંગી સીમમાં નીલ ગાયનો શિકાર

ભચાઉ તાલુકાના જંગી સીમમાં નીલ ગાયનો શિકાર બાઈક પર આવેલા બે શિકારીઓએ નીલગાયને ગોળી મારી ઘાયલ કર્યા બાદ ચાકુથી ગળુ કાપ્યુ આ અંગે જંગીથી વિભા રબારી તથા સોમા રબારીએ જણાવ્યું હતું કે , અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે . વિધર્મીઓ મિજબાની માટે સુર્ય આથમેને નીલગાયનો શિકાર કરવા નીકળી પડે છે. અગાઉ આ મુદે વનખાતાનું અનેકવાર ધ્યાન દોરાયું હોવા છતાં અધિકારીઓ કે કર્મચારીઓ સક્રીય કાર્યવાહી કરતા ન હોવાથી આ પંથકમાં શિકારીઓ ની ટોળકીને મોકળું મેદાન મળી ગયું છે ખુલ્લે આમ ગેરકાયદે બંદુકથી શિકાર કરીને નીલગાયને મોત ને ધાટ કરાય છે આજે સાંજે ૬ કલાકે આવા જ દશ્યો સીમમાં સર્જાયા હતા. જેમાં બે બાઈકસવાર શિકારીઓએ નીલગાયનો પીછો કરીને પ્રથમ તેને ગોળી થી વિંધી ધાયલ કરી હતી. ફસડાઈને પડી ગયેલી નીલગાયને બાદમાં બંને જણે ચાકુથી ગળું વૈતરીને હલાલ કરી હતી ગંળીના અવાજથી નજીક ઘેટા - બકરા ચરાવતા માલધારીઓ સ્થળ પર દોડી આવતા શિકારીઓએ તેઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપીને નાસી છુટયા હતા જેથી નીલગાયનો મૃતદેહ પડી રહ્યો હતો આ ઘટનાની ૬.૩૦ કલાકે ડીએફઓ તથા વનકર્મચારીઓ તથા સામખિયાળી પોલીસને જાણ કરવા છતાં રાતના ૯ કલાક સુધી કોઈ આવ્યા ના હોવાનું માલધારીઓએ આક્રોશ જોવા મળ્યો હતો.


મૃતદેહ પાસે માલધારીઓ મોડ રાત સુધી ઉભા રહ્યા હતા પરંતુ સમયસર કોઈ ન આવતા સરકારી અધિકારીઓની બેદરકારી સામે રોષ ફેલાયો હતો  માલધારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રાત પડેને રોજ આવા બનાવ બને છે તેમ છતાં વનખાતું કામ ન કરીને સક્રીય શિકારી ટોળકીને મોકળું મેદાન આપી રાખ્યું છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે સંપાદક

અહેવાલ - મહેશ રાજગોર
0/Post a Comment/Comments

Stay Conneted

Domain