રાપર તાલુકા મા તૌકતે ની અસર જોવા મળી પવન વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો

રાપર તાલુકા મા તૌકતે ની અસર જોવા મળી પવન વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો



ગત રાત્રે ગુજરાત ના સૌરાષ્ટ્ર ના કાંઠે આવેલા તૌકતે સાયકલોન ના લીધે સૌરાષ્ટ્ર મા અનેક ગામોમાં નુકશાની  કર્યા પછી ગુજરાત તરફ આગળ વધી રહેલા વાવાઝોડા એ સમગ્ર ગુજરાતમાં અસર થઈ છે ત્યારે રણકાંઠા ના વાગડ વિસ્તારના રાપર તાલુકા મા પણ તૌકતે ની અસર જોવા મળી રહી છે ગત રાત્રે હાઇવે પટીના ગામોમાં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા ત્યારે આજે સવારે વાગડ વિસ્તારના રાપર તાલુકા ના અનેક ગામોમાં વરસાદ ના ઝાપટા પડી રહ્યાં છે તાલુકા મથક રાપરમાં આજે વહેલી સવારથી પવન સાથે વરસાદ ના ધીમી ધારે વરસાદ થયો હતો તો પ્રાગપર ભીમાસર આડેસર. બાલાસર ચિત્રોડ રવ નંદાસર રામવાવ સુવઈ સહિત ના લગભગ વિસ્તારમાં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા ખડીર વિસ્તારમાં પવન વચ્ચે વરસાદ ધીમે ધીમે શરૂ થયો હતો.



આજે વહેલી સવારથી જ પવન સાથે વરસાદ ના ઝાપટા ના લીધે વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી હતી વાવાઝોડા ની અસર વચ્ચે કોઈ પણ જગ્યાએ નુકસાન થયું નથી આમ આજે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા તૌકતે ની અસર વચ્ચે વરસાદ થયો હતો ખડીર વિસ્તારમાં વરસાદ નો માહોલ સર્જાયો હોવાનું રતનપર ના સરપંચ દશરથભાઈ આહિરે જણાવ્યું હતું તો રાપર આસપાસ ના ગામો મા પણ ધીમી ધારે વરસાદ થયો હતો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain