માળીયામિંયાણાના વર્ષામેડી ગામે આધેડની હત્યા કરનાર આરોપીને માળીયા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

માળીયા મિંયાણા તારીખ - ૨૨ મે ૨૦૨૧


માળીયામિંયાણાના વર્ષામેડી ગામે આધેડની હત્યા કરનાર આરોપીને માળીયા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો


વર્ષામેડી ગામે પ્રેમલગ્ન કરવા મામલે થયેલ હત્યાના આરોપીને ગામની સીમમાંથી માળીયા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી કોરોના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશેમાળીયામિંયાણાના વર્ષોમેડી ગામે ગઈકાલે પ્રેમલગ્ન કરવા મામલે ખાર રાખીને ખુની ખેલ ખેલાયો હતો જે આરોપીને માળીયા પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લઈને કોરોના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે જાણવા મળતી વિગત મુજબ માળીયા તાલુકાના વર્ષામેડી ગામે પોતાની બહેને પ્રેમલગ્ન કરી લેતા ભાઈના મગજમાં ખુન સવાર હોય ક્રોધિત થયેલા ભાઈએ પ્રેમલગ્ન કરનાર બહેનના સસરાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા આ બનાવ અંગે મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા વધુમાં માળીયા પોલીસે માળીયાના દહીંસરા ગામે રહેતા ભરતભાઈ ગંગારામભાઈ વાઘેલા ઉ.વ.૫૧ અને તેમના પત્ની ભાનુબેન સાથે બાઈકમાં ગઈકાલે વર્ષામેડી ગામે કોઈ અર્થે આવ્યા હતા ત્યારે માળીયાના વર્ષામેડી ગામે રહેતો દિનુભાઈ ઉર્ફે નિનુ ઉ.વ.૨૪ નામના શખ્સે જુના મનદુઃખનો ખાર રાખીને ભરતભાઇ વાઘેલાને છરીના ઘા ઝીંક્યા દેતા આ ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈ વાઘેલાનું ઘટનાસ્થળ ઉપર જ મોત નીપજ્યું હતુ.આ હત્યાના બનાવની જાણ થતા માળીયા પીએસઆઇ ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આ બનાવની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મૃતકના પત્ની ભાનુબેન ભરતભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી દિનુભાઈ ઉર્ફે નીનુંની બહેને ભરતભાઈ વાઘેલાના દીકરા સાથે લવ મેરેજ કર્યા હતા આ બાબતનો ખાર રાખીને આરોપીએ પોતાની જ બહેનના સસરા ભરતભાઈને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે હત્યાનો ગુન્હો દાખલ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જે આરોપીને આજરોજ માળીયા પોલીસે ગણતરીની કલાકોમાં વર્ષામેડી ગામની સીમમાંથી ઝડપી લઈને આરોપીના કોરોના રિપોર્ટ સહીતની કાર્યવાહી હાથ ધરી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મોરબી જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ : રજાક બુખારી મોરબી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain