મોરબીમાં ગેર કાયદેસર દબાણ દૂર કરવા નગરપાલિકા અને પોલીસ તંત્ર દબાણ દૂરકરવાની કામગીરી હાથ ધરી
"ગોકુળનગર મોટેશ્ર્વર મહાદેવ મંદિર નો માર્ગ મચ્છીપીઠ ખાટકી વાસ વિસ્તારોમાં તંત્રનું દબાણ ઝુબેશ"
મોરબી શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા ના ચીફ ઓફિસર મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં અગાઉ નોટિસ પાઠવી ગેરકાદેસર દબાણો દૂર કરવા અંતર્ગત જાણ કરેલ હોય છતાં લોકોએ ધ્યાનમાં ન લેતા અંતે ડીમોલેશન પ્રક્રિયા પોલીસ તંત્રને સાથે રાખી શરૂ કરવામાં આવી હતી.
જેમાં મોરબી નગરપાલિકા હદમાં આવેલા વિસ્તારો માં આવેલ મચ્છીપીઠ વિસ્તાર ખાટકી પરા અને ગોકુલ નગર ના મોટેશ્ર્વર મહાદેવ મંદિરના માર્ગ તરફ ના માર્ગો પર થયેલા દબાણો દૂર કરી જે તે વિસ્તારમાં પાકા રોડ રસ્તા બનાવવા તેમજ પ્રજાની હાલાકી ન પડે તેવા પ્રયાસો અંતર્ગત દબાણ દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા હતું જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ ભાઈ સરૈયા તેમજ પોલીસ સ્ટેશનના એ ડિવિઝન પી.આઇ બીપી સોનારા તેમજ પોલીસ સ્ટાફ સહી નગરપાલિકાના હિતેશભાઈ રવેશિયા અને ધીરુભાઈ સુરેલીયા સહિતના કર્મચારીઓ અધિકારીઓ આ દબાણ ડીમોલેશન ઝુંબેશમાં જોડાયા હતા જે સમગ્ર તસવીરો માં નજરે પડે છે. અહેવાલ ઈરફાન પલેજા મોરબી
Post a Comment