"ડભોઇ નગરના વિવિધ વિસ્તારમાં મુકેલી કચરાપેટીઓ આસપાસ ગંદકીનું સામ્રાજ્ય- રોગચાળો ફેલાવાનો મોટો ભય"

ડભોઇ નગરપાલિકા જવાના મુખ્ય માર્ગ ઉપર જ કચરાના ઢગલા- દિવા તળે અંધારા જેવો ઘાટ]


"ડભોઇ નગરના વિવિધ વિસ્તારમાં મુકેલી  કચરાપેટીઓ આસપાસ ગંદકીનું સામ્રાજ્ય- રોગચાળો ફેલાવાનો મોટો ભય" 

     


ડભોઇ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કચરાપેટીઓ મુકવામાં આવી છે પરંતુ આ કચરાપેટીઓનો કચરો સમયસર ઉપાડવામાં આવતો નથી જેના કારણે આ કચરાપેટીઓની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેથી સ્થાનિક રહીશોના  સ્વાસ્થ્ય માટે   મોટું જોખમ ઉભું થવાની સંભાવનાઓ છે‌.એક તરફ કોરોનાનું સંક્રમણ અને  બીજી તરફ કચરાપેટીઓ આસપાસ ગંદકીનું સામ્રાજ્ય હોવાથી રોગચાળો ફેલાવાનો ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે.

              


ડભોઈ નગરપાલિકા જવાના માર્ગ ઉપર નગરની સરકારી ઓફીસો જેવી કે નગરપાલિકા,પોલીસ સ્ટેશન અને ડભોઇ રેફરલ હોસ્પિટલ આવેલી છે ત્યારે આ માર્ગ પાસે  રબારી વાગાના નાકે મુકેલી કચરાપેટીમાં તેમજ તેની આસપાસ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. આ માર્ગ ઉપરથી નગરપાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા  પ્રતિનિધિઓ દરોજ્જ અવર-જવર કરતા હોય છે તો શું આ નગરપાલિકાના સત્તાધીશોને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ બધું નજરે ચડતું નહી હોય ? આ ગંદકીને કારણે જ નગરપાલિકા માટે" દીવા તળે અંધારું" જેવો ઘાટ સર્જાયો છે .

        

તેવીજ રીતે ડભોઇ નગરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા કચરાપેટીઓ મૂકવામાં આવી છે.ત્યા પણ ગંદકીના સામ્રાજ્યને કારણે બદતર હાલત જોવા મળી રહી છે.આ ઉપરાંત ડભોઇ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો કલેકશન  કરવા માટે જુદી જુદી એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ આ કામગીરી પણ ચોપડા ઉપર જ જોવા મળે છે.નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આ ડોર ટુ ડોર કચરો કલેકશન કરવા માટેનું વાહન નિયમિત આવતું જોવા મળતું નથી. સપ્તાહમાં એકાદવાર  મુલાકાત લઈ જાય છે. જેના કારણે નગરના નગરજનોને કચરાનો નિકાલ કરવા બાબતે મોટી મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. 


આમ પણ નગરના મુખ્યમાર્ગો ઉપર પણ ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે અને અસંખ્ય જગ્યા ઉપર દિવસો સુધી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આમ ડભોઇ નગરના વિવિધ વિસ્તારોની સફાઈ કામગીરી નિયમિત પણે થતી ન હોવાની નગરમાં બૂમો જોવા મળી રહી છે ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલુ હોવાથી આવનાર દિવસોમાં નગરજનો રોગચાળાનો ભોગ બને તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.


(તસ્વીર:-નિમેષ સોની, ડભોઇ. ડભોઇનગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલી કચરાપેટીઓની આસપાસ રહેલું ગંદકીનું સામ્રાજ્ય તસવીરમાં જોવા મળે છે)


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain